October 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ-દમણ-દીવ, તા.26 : ભવિષ્‍ય વેતા શ્રી અંબાલાલની આગાહી મુજબ આજે વહેલી સવારથી દેશના ગુજરાત સહિતના કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ સાથે શહેરી થતા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વીજળીના કડાકા અને વાદળોના ગગડાટ અને પવનના સૂસવાટા સાથે વરસાદ ખાબકી પડયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના માથે આભ તૂડી પડવા સમાન ચિંતાનું વાતાવર ઉભું થયું હતું. ખાસ કરીને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદના કારણે પ્રદેશમાં બાગાયતી અને શિયાળુ તથા શાકભાજીના પાકને ભારે નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. કેટલાક વિસ્‍તારમાં ખેતરમાં કાપી મુકેલા ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. જ્‍યારે ખળીમાં ખેડૂતો દ્વારા ડાંગરના કુંદવાઓ ભીંજાઈ નહીં જાય એના માટે ઉપર પ્‍લાસ્‍ટીક ઢાંકી બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો અને ગામડાઓમાં ખેતરોમાં પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. અચાનક આવી પડેલા વરસાદના કારણે દીવના કેટલાક વિસ્‍તારોમાં વીજળી ડુલ થવાના પણ બનાવો બન્‍યા હતા. વરસાદમોડી રાત્રિ સુધી ચાલુ જ રહ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી દર્શાવી રહી છે જેના કારણે પ્રદેશના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કમોસમી વરસાદને કારણે રોગચાળો વધવાની પણ સંભાવના વર્તાઈ રહી છે. તેથી આરોગ્‍ય વિભાગ દ્વારા આગોતરા પગલાં પણ લેવાની તૈયારી આરંભી દેવી જોઈએ.

Related posts

લક્ષદ્વીપના લકને બદલવા કેન્‍દ્રિત કરેલું લક્ષ્ય : કવરત્તીમાં અધિકારીઓ સાથે વિકાસ કાર્યો ઉપર મનન-મંથન

vartmanpravah

21મી મેના રવિવારે ખાનવેલના ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે દાનહ આદિવાસી કલા ઉત્‍સવ સમિતિ દ્વારા પ્રદેશની આદિવાસી પરંપરા અને સંસ્‍કૃતિને નવું જોમ આપવા ‘તારપા મહોત્‍સવ’ યોજાશે

vartmanpravah

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ખેરગામના કાકડવેરી ખાતે સાકાર વાંચન કુટિરનું પૂર્વ કેબિનેટ મંત્રીના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

vartmanpravah

વાપીમાં ઉત્તર ભારતીય સેવા ટ્રસ્‍ટ દ્વારા 15મી રક્તદાન શિબિર યોજાઈ: 105 યુનિટ રક્‍તદાન થયું

vartmanpravah

Leave a Comment