Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વાપી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવેલો પલટોઃ ઠેર ઠેર કમોસમી વરસાદ વરસ્‍યોઃ શિયાળામાં ચોમાસુ : ખેતીનો તૈયાર પાક બગાડયો : લગ્નસરાના મંડપો ભિંજાઈ ગયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26 : ગુજરાત રાજ્‍યમાં હવામાન ખાતાની આગાહી હતી કે તા.26 થી 28 સુધી કમોસમી વરસાદ પડશે તે અનુસાર આજે વહેલી સવારથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદ પડયો હતો.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે વેસ્‍ટર્ન ડીસ્‍ટબર્સને લઈ હવામાનમાં પલટો આવશે તેમજ ગુજરાતમાં તા.26, 27 અને 28મીએ કમોસમી વરસાદ પડશે તે અનુસાર આજે રવિવારે સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્‍યો હતો. ક્‍યાંક કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો. શિયાળામાં જ કમોસમી વરસાદને ચોમાસાનો અહેસાસ થયો હતો. જો કે કમોસમી વરસાદ નુકશાન કર્તા નિવડયો છે. ખાસ કરીનેખેતીના તૈયાર પાકો ખરાબ થતા ખેડૂતોમાં કમોસમી વરસાદથી વધુ ચિંતા થઈ છે. બીજી તરફ લગ્નસરાની સિઝન પણ ચાલી રહી છે. તેમાં વરસાદ વિલ બન્‍યો છે. જિલ્લામાં અનેક જગ્‍યાએ ખુલ્લામાં બંધાયેલા મંડપો વરસાદી વાતાવરણમાં વેરવિખેર બની જતા લગ્નનો આનંદ ઝૂંટવાતો જોવા મળ્‍યો હતો. હજુ બે દિવસ વરસાદી વાતાવરણ રહે તેવું અનુમાન છે.

Related posts

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહમાં ત્રયમ ફાઉન્‍ડેશન અને જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન

vartmanpravah

વાપીની પેપર મિલમાં વીજ શોક લાગવાથી કામદારનું કરુણ મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાશે: જિલ્લામાં રૂ. ૫૪૦.૯૭ લાખના વિકાસ કાર્યોનું લોકાર્પણ – ખાતમૂહુર્ત કરાશે

vartmanpravah

વાપી ગુંજનમાં નોટિફાઈડ દ્વારા ટ્રાફિક નડતરરૂપ દબાણો હટાવવા ડિમોલીશન કાર્યવાહી

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

Leave a Comment