October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ૧૮૦-પારડી વિધાનસભા ક્ષેત્ર ભાજપનું દિવાળી સ્નેહમિલન યોજાયું: જિલ્લાભરના કાર્યકરો ઉમટી પડયા

નાણામંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં વી.આઈ.એ. હોલમાં
દબદબાપૂર્વક કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: છેલ્લા કેટલાક દિવસથી વલસાડજિલ્લા ભાજપ દ્વારા ઠેર ઠેર દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. પ્રથમ ધરમપુર તે પછી વલસાડમાં તેમજ રવિવારે વાપીમાં જિલ્લા ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ વી.આઈ.એ. હોલમાં યોજાયો હતો.
વાપીનો ભાજપ સ્‍નેહ મિલન કાર્યક્રમની જાહેરાત હાઈવે જય રીસર્ચમાં યોજવાની કરાઈ હતી પરંતુ રવિવારે વરસાદી વાતાવરણ બનતા સ્‍થળ ફેરફાર કરીને વી.આઈ.એ.માં યોજવામાં આવ્‍યો હતો. રાજ્‍યના કેબીનેટ નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈની આગેવાનીમાં યાોજયેલ સ્‍નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા સહિત જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા હતા. નાણામંત્રી કનુભાઈએ ખિચોખીચ ભરેલા વી.આઈ.એ. હોલમાં કાર્યકરોના સ્‍વાગત સાથે જુસ્‍સો અને સંગઠન શક્‍તિ વધારવાની હાંકલ કરી હતી તેમજ આગામી લોકસભાની વલસાડ જિલ્લાની સંસદીય બેઠક ઉપર દોઢથી બે લાખની સરસાઈ સાથે જીતશે તેનો આત્‍મવિશ્વાસ હતો.

Related posts

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

વિજલપોર ખાતે યોજાયેલ પ્રાચીન ગરબા સ્‍પર્ધામાં નવસારીની કચ્‍છ કડવા પાટીદાર સનાતન મહિલા મંડળે લીધેલો ભાગ

vartmanpravah

વાપી છરવાડા હાઈવે અંડરપાસની લોકાર્પણની પૂર્વ તૈયારી શરૂ : નાણામંત્રી અને પોલીસે સ્‍થળ મુલાકાત લીધી

vartmanpravah

પહેલી વખત સંઘપ્રદેશમાં યોજાયેલ શિયાળુ રમત ગમત કોચિંગ શિબિર સંપન્ન

vartmanpravah

Leave a Comment