Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ ભીમપોર ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

સરપંચ શાંતુભાઈ પટેલના નેતૃત્‍વમાં ગ્રામજનોએ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નો લીધેલો લાભઃ મોદી સરકારની યોજનાઓથી ગ્રામજનો પ્રભાવિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દમણના ભીમપોર ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું શાનદાર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ભીમપોર ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી આશિષ મોહન, જિલ્લા પંચાયતના અધ્‍યક્ષ શ્રીમતી જાગૃતિબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રી યોગેશભાઈ જગુભાઈ પટેલ, તથા પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ સહિત અનેક સભ્‍યો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં મોદી સરકારની વિવિધ લોક કલ્‍યાણકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. બાલ ભવનના કલાકારોએ ‘ધરતી કરે પુકાર’ કાર્યક્રમની પ્રસ્‍તુતિ કરી હતી. ભીમપોર પંચાયત ઓડીએફ પ્‍લસ અને હર ઘર જળ યોજનામાંપ્રથમ હોવાથી સરપંચ શ્રી શાંતુભાઈ પટેલને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. ભીમપોર પંચાયત વિસ્‍તારના બેસ્‍ટ આંગણવાડી કર્મચારી અને હરિફાઈમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પુરસ્‍કાર કરાયા હતા.
પ્રધાનમંત્રીશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’માં પોતાના અનુભવો પ્રસ્‍તુત કર્યા હતા. કાર્યક્રમમા વિવિધ યોજનાઓના સ્‍ટોલ લગાવવામાં આવ્‍યા હતા. જેમાં લાભાર્થીઓને લાભ અને જાણકારી આપવામાં આવી હતી. ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ભીમપોરના પટેલ ફળિયા, માહ્યાવંશી ફળિયા, ભંડારવાડ, કુંડ ફળિયા, મોટી વાંકડ સહિત વિવિધ વિસ્‍તારોમાં ફરીને નુક્કડ નાટક અને ફિલ્‍મ દ્વારા લોકોને માહિતી આપવામાં આવી હતી.

Related posts

નવસારીમાં રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂ.મોરારી બાપુના લીધેલા આશીર્વાદ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દાનહના ઊંડાણના આદિવાસી સમુદાયને આત્‍મનિર્ભર બનાવવા સંકલ્‍પબદ્ધ

vartmanpravah

‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા આંબોલી ગામથી જનસંપર્ક સંવાદ અને દાનહ જોડો પદયાત્રાની કરાયેલી શરૂઆત

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠનના દસ્‍તાવેજો-ઈલેક્‍ટ્રોનિક્‍સ ડિવાઈસિસ ચોરી પ્રકરણમાં સાંસદના પી.એ. સહિત 4ના રિમાન્‍ડ લંબાવાયાઃ પાંચ આરોપીઓને જ્‍યુડિશિયલ કસ્‍ટડી

vartmanpravah

વાપી ગ્રામ્‍ય બલીઠા, છરવાડા, છીરી અને ચણોદ ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ શરૂ

vartmanpravah

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

vartmanpravah

Leave a Comment