(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ),તા.23: સેવા શિક્ષણ અને સાંસ્કળતિક ક્ષેત્રે છેલ્લા 18-વર્ષથી સતત કાર્યરત એવા પ્રેરણા ગ્રુપ દ્વારા ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુપદહાડ ગામમાં નિવાસ કરતા જરૂરિયાતમંદ વનવાસી બંધુઓને અમેરિકા સ્થિત સેહુલ નટુભાઈ પટેલ તેમજ અંજના સેહુલ પટેલ ડેલ્સી તેમજ જીહાનાના સૌજન્યથી 100-જેટલા પરિવારને અનાજની કીટ (કઠોળ, અનાજ તેમજ તેલ વગેરે) ની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેહુલભાઈના પિતા નટુભાઈ રણછોડભાઈ પટેલના હસ્તે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અનાજની કીટ મળવાથી જરૂરિયાતમંદ વનવાસીઓના મુખ ઉપર આનંદ સાથે જ સંતોષની લાગણી જોવા મળી હતી. ગામના સ્થાનિક દ્વારા સેહુલભાઈના પરિવારનો વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. સેહુલભાઈના પરિવાર દ્વારા આખા વર્ષ દરમ્યાન અવાર નવાર ડાંગના અલગ અલગ ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ તેમજ બ્લેન્કેટનું વિતરણ અને છાત્રાલય તેમજ આશ્રમશાળાના બાળકો માટે સુરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે.
