Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના પીપલગભણ-એસ.પી નગર વિસ્‍તારમાંથી મળી આવેલ દીપડાના બચ્ચાંને વન વિભાગ દ્વારા સલામત સ્થળે છોડી દેવાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.03: ચીખલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી અનેક ગામોમાં દીપડાઓ બેફિકર ફરી રહ્યા છે. અને ખાસ કરીને રાત્રી દરમ્‍યાન લોકોને ગમે ત્‍યાં દીપડા, બચ્‍ચા સાથેનો દીપડાના પરિવારનો ભેટો થઈ જતો હોય છે. અને પશુઓ પર હુમલાના બનાવો પણ અવાર નવાર બનતા હોય છે.
આ દરમ્‍યાન ગતરાત્રે પીપલગભણ અને સોલધરા ગામની સીમમાં અંબામાતાના મંદિર નજીકના એસ.પી. નગર વિસ્‍તારમાં દીપડાનું બચ્‍ચું જોવા મળતા કોઈ પણ જાતની ગંભીરતા ન દાખવી કેટલાક સ્‍થાનિકો દ્વારા તેને ઊંચકી કબ્‍જો લઈ વન વિભાગને સોંપી દીધું હતું.
હકીકતમાં પોતાનું બચ્‍ચું વિખૂટું પડે અને ન મળે તેવા સંજોગોમાં તેની માતા દીપડી બેબાકળી બની એકદમ અગ્રેસીવ થઈ વિફરી પણ શકે અને તેવામાં જાનહાની પણ થઈ શકે. ઉપરોક્‍ત બાબતને વનવિભાગ દ્વારા ગંભીરતાથી લઈ અગમચેતીના ભાગરૂપે તાત્‍કાલિક અસરથી આરએફઓ આકાશભાઈપડશાલાની સૂચનાથી ફોરેસ્‍ટર હેતલબેન સહિતના સ્‍ટાફ દ્વારા સ્‍થાનિકો દ્વારા જ્‍યાંથી બચ્‍ચુંને ઊંચકવામાં અવાયું હતું. તે સ્‍થળે સલામત રીતે છોડી દેવામાં આવ્‍યું હતું.

આરએફઓ આકાશભાઈ પડશાલાના જણાવ્‍યાનુસાર પીપલગભણમાં રાત્રી દરમ્‍યાન જ દીપડાના બચ્‍ચાને જે તે સ્‍થળે છોડી દેવાયું હતું. પરંતુ કોઈપણ વ્‍યક્‍તિએ દીપડા કે તેના બચ્‍ચા સાથે છેડછાની કરવી જોઈએ નહીં અને આ રીતે બચ્‍ચા કે દીપડા જોવામાં આવે તો તરત જ વનવિભાગને જાણ કરવી.

Related posts

વાપીમાં બેંકના મહિલા ખાતેદારના ખાતામાંથી બનાવટી સહી કરી 30.59 લાખ ઉપાડી લેનાર આરોપીના જામીન નામંજૂર

vartmanpravah

દીવ જિલ્લામાં આજે સાત દિવસીય ગણપતિ બાપ્‍પાનું વિસર્જન કરવામાં આવ્‍યું

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah

સેલવાસની એકદંત સોસાયટી નજીક રિંગરોડ પર મોડી રાત્રિએ બે જૂથ વચ્‍ચે થયેલી મારામારીની ઘટના

vartmanpravah

વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનનો દબદબાભેર પ્રારંભ: નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપીમાં 100 ફૂટ ઉંચા તિરંગાનું ધ્વજારોહણ

vartmanpravah

Leave a Comment