March 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જકાતનાકા-ફાટક રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરપાસ બનશે : કામગીરી માટે રોડ વન-વે થશે

આયુષ હોસ્‍પિટલથી નૂતનનગર થઈ ગુલઝાર ટ્રાવેલ્‍સ થઈ ફાટક સુધી જઈ શકાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી વિસ્‍તારમાં વિકાસ કાર્યો દિવાળી પછી ગતિમાં આવી ગયા છે. જેમાં જકાતનાકાથી ફાટક તરફ જતા રોડ ઉપર અતુલ સોસાયટી પાસે અંડરબ્રિજનો મહત્ત્વનો પ્રોજેક્‍ટ સાકાર થવા જઈ રહ્યો છે તેવો જ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટ વાપી ફલાય ઓવરબ્રિજ તથા જે ટાઈપ બ્રિજ વગેરે છે તેમાં અતુલ સોસાયટી અંડરપાસ જ્‍યુડીસી દ્વારા અમલીકરણ હેઠળ છે.
અતુલ સોસાયટી સામે બનવા જનારઅંડરપાસ માટે કામગીરી તા.04 ડિસેમ્‍બર 2023થી પ્રારંભ થનાર છે જે 31 જાન્‍યુઆરી 2024 સુધી ચાલશે. આ બે માસ દરમિયાન વન વેનો અમલ થનાર છે. વાપી ચોકી ફળીયાથી વલસાડ રોડ જોડતા રોડ ઉપર અતુલ સોસાયટી સામે અંડરપાસ બનાવા માટે ઉપરોક્‍ત સમયગાળા દરમિયાન વલસાડ રોડથી મધુવન એપાર્ટમેન્‍ટ, હિરલનયન એપાર્ટમેન્‍ટને લાગુ રસ્‍તાથી આયુષ હોસ્‍પિટલ રોડ પાસે ને.હા. નં.48 એક માર્ગીય વન-વે પર જઈ શકાશે. હાઈવેથી ફાટક આવવા માટે આયુષ હોસ્‍પિટલથી નૂતનનગરથી ગુલઝાર ટ્રાવેલ્‍સ થઈ રલવે ફાટક ઉપર આવી શકાશે. આ તમામ કામો અંગે થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ઉચ્‍ચ સ્‍તરીય મિટિંગ કરી હતી.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં વોલ વારલી ચિત્રકલા પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈની બજેટમાં જાહેરાત: વાપી-ઉમરગામમાં પુર્ણ સમયની લેબર કોર્ટ બનશે

vartmanpravah

આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્‍લેસમેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

વાપીમાં એસ.સી., એસ.ટી. સમુદાય દ્વારા ભારત બંધ એલાનના સમર્થનમાં રેલી યોજાઈ

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં દિપડો દેખાયો

vartmanpravah

Leave a Comment