October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં બે દિવસથી સર્વર ધીમું ચાલતા લોકોને પડી રહેલી હાલાકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે દિવસથી સર્વર ધીમી ગતિએ ચાલતા ઈ-ગ્રામ સુવિધાના દાખલા, વેરા સહિતના કામો માટે લોકોએ ધક્કા ખાવાની નોબત આવી છે. ત્‍યારે ગતિશીલ ગુજરાતમાં સર્વરની ગતિ કયારે વધશે તે જોવું રહ્યું.
સરકાર દ્વારા દરેક ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ સુવિધા ઉભી કરવામાં આવી છે. અને આ ઈ-ગ્રામ સુવિધાના માધ્‍યમથી ગ્રામ પંચાયતમાં જન્‍મ-મરણના દાખલા, જમીનના 7/12, 8-અના ઉતારાની નકલ, આવકનો દાખલો, ઘર વેરો, સફાઈ, લાઈટ વેરો, આકરણી પત્રક વિગેરે ઓનલાઈન નીકળતું હોય છે. ઉપરાંત વિશ્વકર્મા સહિતની યોજનાની એન્‍ટ્રી પણ ઓનલાઈન કરવાની હોય છે.
ઉપરોક્‍ત સંજોગોમાં તાલુકાની ગ્રામ પંચાયતોમાં છેલ્લા બે દિવસથી સર્વર ગોકુળ ગાયની ગતિએ ચાલતા અને ગમે ત્‍યારે અધવચ્‍ચે કનેક્‍ટિવિટી ખોરવાઈ જતા ગામે ગામ લોકોને ભારેહાલાકી વેઠવાની નોબત આવી છે. દાખલાઓ કે 7-12, 8-અ ની નકલ હોય લોકોને સમયસર મળતી નથી. અને ગ્રામ પંચાયત કચેરીમાં માથે હાથ દઈને રાહ જોવા પડતી હોય તેવામાં સમયનો પણ વેડફાટ થતો હોય છે. અને દાખલા કે નકલના અભાવે આગળના કામો પણ થઈ શકતા નથી.
આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં ઘર વેરા સહિતના વેરા ભરવા જતા લોકોને વેરો પણ સમયે ન ભરાવા સાથે વેરા રસીદ, આકરણી પત્રક મળતું નથી. તથા આ ઈ-ગ્રામ સુવિધાની વેબ સાઈટના માધ્‍યમથી કર્મચારીઓએ સરકારની વિશ્વકર્મા યોજના સહિતની યોજનાઓની એન્‍ટ્રી પણ ન કરાતા સર્વર ધીમું ની સમસ્‍યા લોકો માટે માથાનો દુઃખાવો બની જવા પામી છે. બીજી તરફ આ સર્વર ખોટકાય, ધીમું ચાલે અને કનેક્‍ટિવિટી ન હોય તેવા સંજોગોમાં બીજો કોઈ વિકલ્‍પ પણ હોતો નથી. જેથી લોકોને ધરમના ધક્કા ખાવા સિવાય કોઈ છૂટકો હોતો નથી. ત્‍યારે સર્વરની મંથર ગતિમાં કયારે સુધારો થશે તે જોવું રહ્યું.

Related posts

પારડી સ્‍મશાન ગૃહ જવાનો સર્વિસ રોડનો રસ્‍તો અધૂરો છોડી દેવાતા સ્‍મશાન યાત્રીઓ વેઠી રહ્યા છે પારવાર મુશ્‍કેલી

vartmanpravah

વલસાડની યુવતિની મહેસાણા વડસ્‍મા ફાર્મસી કોલેજમાં હત્‍યા : કોર્ટે આરોપી પ્રણવને ત્રણ દિવસના પોલીસ રિમાન્‍ડ આપ્‍યા

vartmanpravah

વાપી સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં રાષ્‍ટ્રીય સાયબર સુરક્ષા દિવસ નિમિતે શોર્ટ વીડિયો મેકિંગ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણમાં નિર્માણાધિન સચિવાલય સહિતના વિકાસકામોનું બારિકાઈથી કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

બાલદેવીમાં ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિને અટકાવવા સેલવાસ નગરપાલિકાના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલ અને મીનાબેન પટેલે જિલ્લા કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

નવસારી જિલ્લામાં વરસાદનું જોર ઘટતા નુકશાનીનો સત્વરે સર્વે કરી સહાય ચૂકવવા તાકિદ કરતાં પ્રભારી સચિવશ્રી

vartmanpravah

Leave a Comment