October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીસેલવાસ

દાનહમાં મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો કપચી ઠાલવવાનો ચાલી રહેલો મોટો ગોરખધંધો

  • ખાનવેલના મામલતદાર કાર્યાલયની ભૂમિકા સંદિગ્‍ધઃ મામલતદાર ઓફિસના એક ક્‍લાર્ક એજન્‍ટની ભૂમિકામાં

  • નવસારી જિલ્લાના ખેરગામથી કપચી-પથ્‍થરો લાવી દાનહમાં કરવામાં આવી રહેલા સ્‍ટોકઃ કપચી-પથ્‍થર ભરેલી ઓવરલોડિંગ ટ્રકો સામે ગુજરાત અને મહારાષ્‍ટ્ર બોર્ડરની દાનહ પોલીસ ચેકપોસ્‍ટ દ્વારા આંખ આડા કાન કરવાની નીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : મહારાષ્‍ટ્ર રાજ્‍યના જવ્‍હાર તાલુકાના દાભલોન ગામથી પાસ પરમિટ અને રોયલ્‍ટી વગરના પથ્‍થરો તથા કપચીની સપ્‍લાય દાદરા નગર હવેલીમાં મોટાપાયે કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ઉઠી રહી છે. આ સમગ્ર કૌભાંડમાં ખાનવેલ મામલતદારના એક ક્‍લાર્કની મીલિ ભગત હોવાનું પણ બહાર આવ્‍યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાદરા નગર હવેલીમાં ક્‍વોરી ઉદ્યોગ ઉપર લાગેલી પાબંધી બાદ હવે પડોશના રાજ્‍ય મહારાષ્‍ટ્રના જવ્‍હાર તાલુકાના દાભલોનથી રોયલ્‍ટી વગરના બાંધકામમાં ઉપયોગમાં આવતા પથ્‍થરો તથા કપચી સપ્‍લાય કરવાના ગોરખધંધા શરૂ થયા છે. જેમાં મામલતદાર ઓફિસની ભૂમિકા સંદિગ્‍ધ હોવાનું પણ સામે આવ્‍યું છે.
બીજા એક પ્રકરણમાં નવસારી જિલ્લાના ખેરગામથીગેરકાયદે કપચી લાવી દાદરા નગર હવેલીમાં સ્‍ટોક કરી બાંધકામ ઉદ્યોગોને મોંઘા ભાવે લેવા મજબૂર કરી રહ્યા હોવાની પણ વ્‍યાપક ચર્ચા ઉઠી છે.
અત્રે નોંધનીય છે કે, ગેરકાયદે કપચી ભરીને આવતી મોટાભાગની ટ્રકો ઓવરલોડિંગ હોવા છતાં દાદરા નગર હવેલીની ચેકપોસ્‍ટ ઉપર આંખ આડા કાન કરવાની રીતિ-નીતિ અપનાવવામાં આવી રહી હોવાની પણ બૂમ ઉઠવા પામી છે. આ સમગ્ર પ્રકરણને તાત્‍કાલિક બંધ કરવા પણ બાંધકામ ઉદ્યોગમાંથી અવાજ ઉઠી રહ્યો છે.

Related posts

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

પ્‍લાસ્‍ટિક વેસ્‍ટની આડમાં દારૂ ભરી લઈ જવાતો ટેમ્‍પો રેંટલાવથી ઝડપાયો

vartmanpravah

વાપી સલવાવ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની ઈન્‍ડસ્‍ટ્રીયલ વિઝીટ યોજાઈ

vartmanpravah

કોંગ્રેસના નેતા દ્વારા રાષ્‍ટ્રપતિ વિરુદ્ધ અશોભનીય શબ્‍દો ઉચ્‍ચારવા બાબતે પારડી શહેર ભાજપ દ્વારા કરાયેલું પૂતળા દહન

vartmanpravah

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

Leave a Comment