Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણમાં સ્‍વ.ડાહ્યાભાઈ પટેલ અને પિતૃ સ્‍મરણાર્થે 3જી જાન્‍યુઆરીથી ભાગવત કથાનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06: નાની દમણ ભેંસલોર કોળી સમાજની વાડીમાં પૂર્વ સાંસદ સ્‍વ.ડાહ્યાભાઈ વી. પટેલ અને પિતૃઓને સ્‍મરણાર્થે સમૂહ ભાગવત સપ્તાહનું ભવ્‍ય આયોજનતા.3/1/24થી 9/1/2024 સુધી રાખવામાં આવ્‍યું છે. જેમાં વ્‍યાસ પીઠ પર દક્ષીણ ગુજરાતના વિદ્વાન કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ 859મી કથાનો આરંભ કરશે. મુખ્‍ય યજમાન પદે યુવા નેતા અને ભાજપના સંનીષ્ઠ આગેવાન જીજ્ઞેશભાઈ ડી. પટેલ રહેશે.
દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ચંચલબેન ડાહ્યાભાઈ પટેલ જણાવે છે કે, સમગ્ર દીવ-દમણ પ્રદેશને આ ભાગવત કથામાં આવરી લેવામાં આવશે. દરેક ગામોના પિતૃઓના ફોટા આ કથામાં મુકવામાં આવશે. વિધિ વિધાન પૂર્વક કથામાં આવતા પ્રસંગો વિદુર ચરિત્ર, નરસિંહ પ્રાગટય, વામન જન્‍મ, રામ જન્‍મ, શ્રી કળષ્‍ણ જન્‍મ, ગોવર્ધન પૂજા, અને રુક્ષમની વિવાહ ઉત્‍સવ ઉજવવામાં આવશે બાપુના ઉતારા પર દરરોજ ભાગવત દશાશ યજ્ઞ થશે. જેમાં વિષ્‍ણુસાહષા નામ સાથે આહુતિ આપવામાં આવશે. યજ્ઞ સવારે 9 વાગે અને કથાનો સમય બપોરે 2.30થી 5.30 રાખવામાં આવ્‍યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તા.3/1/24 થી 9/1/24 દરમિયાન સ્‍વ.ડાહ્યાભાઈ પટેલની પુણ્‍યતિથિ અને કોળી સમાજની વાડીનો પાટોત્‍સવ પણ આવરી લેવાયો છે. આ કથાના આયોજનથી દમણ, ઉમરગામ, વાપી, ઉદવાડા, વલસાડ, દીવ સહીત સમગ્ર પ્રદેશમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.
મુખ્‍ય યજમાન શ્રી જીગ્નેશભાઈ પટેલ, પ્રમુખ ચંચળબેન ડી. પટેલ, માજી પ્રમુખ ડો.નાનુભાઈ ડી. પટેલ, શ્રીઉમેશભાઈ પટેલ દલવાડા, શ્રી જેન્‍તીભાઇ પટેલ ખારીવાડ, ભામટીથી શ્રી મુકેશ ગોસાવી અને શ્રી કિશોરભાઈ દમણિયા, શ્રી ઈશ્વરભાઈ પટેલ સોમનાથ, શ્રી કાંતિભાઈ પટેલ ધકલીવાડી, શ્રી તનોજભાઈ પટેલ કચીગામ, શ્રી ચીમનભાઈ પટેલ ખરીવાડી, શ્રી રમેશભાઈ પટેલ, બાધલીવાડી, શ્રી પ્રવીણભાઈ પટેલ ધાકલીવાડી, શ્રી સુભાષભાઈ પટેલ પટલારા, શ્રી ભરતભાઈ પટેલ દોરી કડૈયા, શ્રી ઉદયભાઈ પટેલ ભીમપોર, શ્રી સોમભાઈ પટેલ મરવડ, શ્રી ઉપેન્‍દ્રભાઈ પટેલ દલવાડા, શ્રીમતી વર્ષાબેન પટેલ ખારીવાડી, શ્રી જયેશભાઈ પટેલ દાભેલ, શ્રી નાનુભાઈ પટેલ દુનેઠા, શ્રી બાબુભાઈ પટેલ ભેંસરોડ, શ્રી ચીમનભાઈ પટેલ કચીગામ, શ્રી સંજયભાઈ પટેલ પટલારા, શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ મગરવાડા, શ્રી રાજેશભાઈ પટેલ જમ્‍પોર, શ્રી દિપેશભાઈ પટેલ પરીયારી અને એમની ટીમ કથાને સફળ બનાવવાના કામે લાગી ગયા છે.

Related posts

વલસાડની 7 વર્ષિય જૈવી ભાનુશાલી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બની

vartmanpravah

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

vartmanpravah

ગ્રાહકોની પાસબુકો કર્મચારીએ પોતાની પાસે રાખતા વિવાદ થતાં ચીખલી મજીગામની પોસ્‍ટ ઓફિસમાં અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment