Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભાના આદેશ મુજબ અનુસાર મહેસૂલ વિભાગ દ્વારા ખાનવેલ સબ ડિવિઝનના દપાડા પટેલાદમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ સરકારી પ્રાથમિક શાળા પરિસરમાં પ્રશાસનિક સેવાઓ પ્રદાન કરવા માટે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં મહેસૂલ વિભાગ, સર્વે અને બંદોબસ્‍ત વિભાગ, જિલ્લા પંચાયત, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ, રેડક્રોસ વિભાગ, સમાજ કલ્‍યાણ વિભાગ, શ્રમ વિભાગ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, ચૂંટણી વિભાગ, વિદ્યુત વિભાગ, પશુપાલન વિભાગ, કૃષિ વિભાગ, સડક પરિવહન વિભાગ, દાનહ અનેદમણ-દીવ એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. અને માયનોરીટી ફાયનાન્‍સ અને ડેવલોપમેન્‍ટ કોર્પોરેશન લિમિટેડ, આધારકાર્ડ, ટપાલ વિભાગ, બેંક ઓફ બરોડા અને ઈ-સ્‍ટેમ્‍પ વિભાગ દ્વારા વિવિધ પ્રશાસનિક સેવાઓ પ્રદાન કરવામાં આવેલ જેમા અંદાજીત દોઢ હજારથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ શિબિરમાં પ્રશાસનના વિવિધ વિભાગમાં કુલ 1621 અરજીઓ સ્‍વીકારવામાં આવી હતી. જેમાં 1074 અરજીઓ ઓફલાઈન સ્‍વીકારી તેમાંથી 694 અને 494 અરજી ઓનલાઈનના માધ્‍યમથી સ્‍વીકારી હતી. જેમાં કુલ 458 જેટલા લાભાર્થીઓને સ્‍થળ ઉપર ઘરઆંગણે સફળતાપૂર્વક સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
આ અવસરે ખાનવેલના આરડીસી શ્રીમતી હિમાની મીના, મામલતદાર શ્રી ભાવેશ પટેલ, લેબર ઓફિસર શ્રી મિહિર જોશી, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્‍યો સહિત દરેક વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

હવેલી ઈન્‍સ્‍ટીટ્‍યુટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં દીક્ષારંભ ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

નીતિ આયોગ દ્વારા આકાંક્ષી બ્‍લોક કાર્યક્રમ અંતર્ગત દમણની તમામ 14 ગ્રામ પંચાયતોમાં જાહેર સ્‍થળોની કરાયેલી સાફ-સફાઈઃલીધેલા સ્‍વચ્‍છતાના શપથ

vartmanpravah

દમણના રાજા

vartmanpravah

દમણ જિ.પં.ના અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલે ખેડૂતોને ડાંગરના ઉન્નત બિયારણનું કરેલું વિતરણ: જિ.પં. ઉપ પ્રમુખ બાબુભાઈ પટેલે પણ આપેલો સહયોગ

vartmanpravah

દાનહમાં 15થી 18વર્ષના બાળકો માટે કોવીડ ટીકાકરણની શરૂઆત કરાઈ

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

Leave a Comment