April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

ઘરવખરી સહિત મકાન આગની લપેટમાં બળી જતા દીકરી અને પિતા નિસહાય બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.07: ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે કદાવાડીમાં રહેતા એક ગરીબ પરિવારનું મકાનમાં આજરોજ આગ લાગતા બળીને ખાક થઈ જવા પામ્‍યો છે. આગ લાગવાની ઘટના સવારના સમયે બનવા પામી હતી. ઘરમાં રહેતા વૃદ્ધ પિતા અને દીકરી અનિતાબેન મોહનભાઈ દુબળા માટે ઉપર આભ અને નીચે ધરતી જેવી અતિ વિકટ પરિસ્‍થિતિનું નિર્માણ થવા પામ્‍યું છે. આ ઘટનાની જાણ થતાં સોળસુંબા પંચાયતનાં ઈન્‍ચાર્જ સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડ તાત્‍કાલિક ઘટના સ્‍થળે આવી પહોંચ્‍યા હતા અને પરિવારને સાંત્‍વતા આપી પંચાયત તરફથી શકય તેટલી મદદ કરવાની ખાતરી આપી હતી. મકાનમાં રાખેલાકપડા અને અનાજ સહિત તમામ ઘરવખરી ખાક થઈ જવા પામી હતી. જેથી સરપંચ શ્રી કરસનભાઈ ભરવાડે તાત્‍કાલિક રૂપિયા 5000 ની એમના તરફથી સહાય પેટે આપ્‍યા હતા. આગ લાગવાનું લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ સવારના સમયે ઘરમાં રાખેલા મંદિર પાસે દીવો સળગાવી અનિતાબેન મોહનભાઈ દુબળા કંપનીમાં નોકરીમાં ગયા હતા. અને થોડા સમય પછી આગ લાગવાની ઘટના બનવા પામી હતી.

Related posts

દાનહની દેમણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી નોટિફાઈડ મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

સિલ્ધા ગામે પટેલપાડામાં નવયુવક મંડળ દ્વારા આઠમા દિવસે ગણપતિની મૂર્તિનુ વિસર્જન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં તા. 12 નવેમ્‍બરે લોક અદાલત યોજાશે

vartmanpravah

સેલવાસના બે સામાજીક કાર્યકર્તાઓનું હૃદય રોગના હૂમલામાં મોત

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment