June 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

આરોપી અશોકભાઈ લક્ષ્મણભાઈ પટેલ સામે રૂા.20.73 લાખની વધુ મિલકત અંગે ગુનો દાખલ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: એસીબી સુત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ ઉમરગામ ધોડીપાડાના નિવૃત્ત સિનિયર ફુડ સેફટી ખોરાક ઓષધ નિયમન તંત્ર અધિકારી પાસે અપ્રમાણસરની રૂા.20,73,900 લાખની મિલકત ધરાવવા અંગે એસીબી ગોધરાએ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ ઉમરગામ ધોડીપાડાના વતની અશોકભાઈ લક્ષ્મણભાઈ પટેલ (ઉ.વ.60) ફુડ એન્‍ડ ડ્રગ વિભાગ ગોધરા વર્ગ-2માં ફરજ બજાવી તા.31-5-2022ના રોજ નિવૃત્ત થયા હતા. હાલ રહે.શારદાધામ સોસાયટી મોગરાવાડી વલસાડએ તા.01-01-2002થી તા.31-12-2019 દરમિયાન કાયદેસરના આવકનાસાધનોમાંથી મેળવેલ આવક કરતા રૂપિયા રૂા.20,73,900 ની મિલકતો જાહેર સેવક તરીકે હોદ્દાનો દુરઉપયોગ કરી ધનવાન થવા માટે ગેરકાયદેસર રીત રસમો અપનાવી ભ્રષ્‍ટાચાર આચરી નાણા મેળવી સ્‍થાવર જંગમ મિલકતમાં રોકાણ કરેલ હોઈ અપ્રમાણસરનું રોકાણ જણાઈ આવતા નિયામક લાંચરૂશ્વત વિરોધી બ્‍યુરોના આદેશ અન્‍વયે પંચમહાલ ગોધરા દ્વારા એ.સી.બી. પો.સ્‍ટે. ગોધરાના પી.આઈ. જે.આર. ગામીતે ગુનો દાખલ કરેલ છે. હાલમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. તપાસમાં હજુ વધુ અપ્રમાણસરની મિલકતો વધે તેવી શક્‍યતા છે.

Related posts

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

સરીગામની કોરોમંડલ ઈન્‍ટરનેશનલ કંપનીએ ઉમરગામ તાલુકાની શાળામાં પ્રારંભ કરેલો મેજિક ઇંગ્‍લિશ એસએલએલ કાર્યક્રમ

vartmanpravah

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેલવાસ કેમ્‍પસ ખાતે સંઘપ્રદેશના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્‍ક સીએલએટી માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

વાપી સલવાવ સ્‍વમિનારાયણ સ્‍કૂલમાં પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો

vartmanpravah

એસ.ટી. વિભાગીય કચેરી વલસાડ ખાતેથી માર્ગ સુરક્ષા માસ 2024 નિમિત્તે ઓનલાઈન સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment