October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

ધારાસભ્‍ય રમણભાઈ પાટકરની ઉપસ્‍થિતિ વચ્‍ચે આજરોજ પાલિકાની ટીમે ઉમરગામ બીચ વિસ્‍તારમાં હાથ ધરેલી સફાઈ કામગીરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ પાલિકા દ્વારા ગુજરાત નિર્મળ સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત તમામ વિસ્‍તારોમાં અને સરકારી દફતરો તેમજ જાહેર સ્‍થળોએ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકાના ચીફ ઓફિસર શ્રી અતુલચંદ્ર સિંહા અને પ્રમુખશ્રી મનીષભાઈ રાય તેમજ કારોબારી અધ્‍યક્ષશ્રી અંકુશભાઈ કામળી અને ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન અજયભાઈ માછીની આગેવાની હેઠળ ચાલી રહેલી કામગીરીમાં પાલિકાનાસેનેટરી ઈન્‍સ્‍પેક્‍ટર શ્રી અનિલભાઈ રાઉત અને શ્રી ખિતિનભાઈ કામળી પૂરેપૂરું ધ્‍યાન આપતા સ્‍વચ્‍છતા અભિયાન સફળતાની રીતે આગળ વધી રહ્યું છે.
આજરોજ પાલિકા દ્વારા ઉમરગામ દરિયા કિનારાના વિસ્‍તારને સફાઈ કામગીરી માટે ટાર્ગેટ કરવામાં આવ્‍યો હતો. પ્રારંભમાં ઉમરગામ તાલુકાના ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર ઉપસ્‍થિત રહી કામગીરીનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ પ્રસંગે ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે પાલિકા દ્વારા ઘણા દિવસથી ચલાવવામાં આવી રહેલી સફાઈ અભિયાનની કામગીરીને બિરદાવી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ પાલિકાના કર્મચારીઓને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું હતું. કામગીરીની શરૂઆત કરાવતા પહેલા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકરે કચરાની સાફ-સફાઈ અને કચરાના વર્ગીકરણ વિશે સમજણ આપી હતી. તેમજ વિસ્‍તારને સ્‍વચ્‍છતા રાખવાથી સ્‍વાસ્‍થયના લાભકારી ફાયદાની માહિતી રજૂ કરી હતી.
આજરોજ ઉમરગામ બીચને સાફ સફાઈ અભિયાન અંતર્ગત આવરી લઈ પાલિકાના સંપૂર્ણ વિસ્‍તારને સ્‍વચ્‍છ રાખવાના ઉદ્દેશને કામગીરી આગળ વધારી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, પાલિકા પ્રમુખશ્રી મનીષભાઈ રાય, ઉપપ્રમુખ શ્રી જયશ્રીબેન માછી, કારોબારી અધ્‍યક્ષ શ્રી અંકુશભાઈ કામળી, પાલીકાના ચીફ ઓફિસર શ્રી અતુલચંદ્ર સિંહા તેમજ સેનેટરી ઓફિસર શ્રી અનિલભાઈ રાઉત, શ્રીખિતિનભાઈ કામળી અને પાલિકાના સ્‍ટાફ તેમજ સફાઈ કર્મચારીઓની હાજરી જોવા મળી હતી.

Related posts

સલવાવ ગુરુકુળના કપિલ સ્‍વામીને અયોધ્‍યામાં ભગવાન શ્રી રામના મંદિરના પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવમાં મળેલું આમંત્રણ

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

સેન્ટ્રલ પ્રાઈમરી મરાઠી સ્કૂલ, સેલવાસના વિદ્યાર્થીઓ અને શિક્ષકોઍ સાતમાલીયા ડિયર પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના એક્‍ઝિટ પોલમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિજેતા : સર્વે રિપોર્ટ

vartmanpravah

ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ અને અનુ.જાતિ મોરચાના પ્રદેશ પ્રભારીના સંઘપ્રદેશ પ્રવાસનો આરંભ

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

Leave a Comment