June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ સાયલી પંચાયતની ગ્રામસભા યોજાઈ

સાયલી પંચાયત વિસ્‍તારમાં જાહેરમાં છોડાતા ગંદા પાણીના મુદ્દે ગાજેલો પ્રશ્નઃ પૂર્વ સરપંચ વિષ્‍ણુભાઈ વરઠા અને વોર્ડ સભ્‍ય બચુભાઈ વૈજલ સહિતના અન્‍ય વોર્ડ સભ્‍યોએ ઉમરકુઈ ખાતેના ટ્રીટ રિસોર્ટ દ્વારા જાહેરમાં છોડવામાં આવતા ગંદા પાણીના સ્‍થળની મુલાકાત કરી નોટિસ આપી હાથ ધરેલી વધુ તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક ગામોમાં ‘સબકી યોજના, સબકા વિકાસ’ યોજના અંતર્ગત વર્ષ 2024-‘25ના ડેવલપમેન્‍ટ પ્‍લાનને મંજૂર કરવા વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે મુજબ આજે દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સાયલી પંચાયત ખાતે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
સાયલી પંચાયત ઘર ખાતે યોજાયેલી ગ્રામસભામાં પંચાયતના વોર્ડ સભ્‍યો દ્વારા ટ્રીટ રિસોર્ટ દ્વારા પંચાયત વિસ્‍તારમાં ખુલ્લેઆમ છોડવામાં આવી રહેલા ગંદકીવાળાપાણીનો મુદ્દો ઉઠાવ્‍યો હતો. આ મુદ્દાને ગંભીરતાથી લઈ સાયલી પંચાયતના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓએ જાહેરમાં ગંદું પાણી છોડતી ઉમરકુઈ ખાતે આવેલી ટ્રીટ રિસોર્ટની સ્‍થળ મુલાકાત કરી હતી.
અત્રે યાદ રહે કે, ઉમરકુઈ ગામ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. પરંતુ અહીં આવેલી ટ્રીટ રિસોર્ટ દ્વારા છેલ્લા ઘણાં સમયથી ગંદુ પાણી જાહેરમાં છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગામ સહિત આજુબાજુના કેટલાક ગામના વિસ્‍તારોમાં વહેતા ગંદા પાણીથી સૌંદર્યને નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ ગ્રામજનોએ કરી હતી. જેને ધ્‍યાનમાં લઈને સાયલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી વિષ્‍ણુભાઈ વરઠા, વોર્ડ સભ્‍ય શ્રી બચુભાઈ વૈજલ સહિતના ચૂંટાયેલા સભ્‍યોએ જાહેરમાં ગંદું પાણી છોડી રહેલા સ્‍થળની મુલાકાત કરી હતી. દરમિયાન અહીં દુર્ગંધ મારતુ ખરાબ પાણી ટ્રીટ રિસોર્ટ દ્વારા ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યું હોવાનું નજરે પડયું હતું. આથી આ સમસ્‍યાનો તાત્‍કાલિક નિકાલ કરવા માટે ટ્રીટ રિસોર્ટને નોટિસ આપવા સાથે અન્‍ય કાયદેસરના પગલાં ભરવા સાયલી પંચાયતે નિર્ણય લીધો હતો.

Related posts

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah

દમણ પોલીસે ઓનલાઈન ઠગાઈ કરતી આંતરરાજ્‍ય ટોળકીનો કરેલો પર્દાફાશઃ આસામથી 3 સાયબર આરોપીઓની ધરપકડ

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

Leave a Comment