Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે હાથ ધરેલી દંડાત્‍મક કાર્યવાહી

સીટબેલ્‍ટ નહીં બાંધવા, મોટરસાયકલ ઉપર ત્રિપ્‍પલ સવારીનહીં કરવા, હેલમેટ નહીં પહેરવા તથા કારના કાચ ઉપર બ્‍લ્‍યુ ફિલ્‍મ નહીં લગાવવા સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.07 : ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કાળા કાચ લગાવેલ કાર, મોટરસાયકલ ઉપર ત્રિપ્‍પલ સવારી અને હેલમેટ નહીં પહેરેલ હોય, સીટબેલ્‍ટ નહીં બાંધેલ હોય તથા વગર નંબર પ્‍લેટ વાળા વાહનોના ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસે તપાસ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની લાપરવાહીના કારણે દાનહમાં માર્ગ અકસ્‍માતોની સંખ્‍યામાં વધારો થઈ રહ્યો છે. કાળા કાચવાળા વાહનોમાં બે નંબરના અનૈતિક કાર્યોને અંજામ આપવામાં આવતા હોવાનું પણ અવલોકન થઈ રહ્યું છે અને મોટરસાયકલ ઉપર ત્રિપ્‍પલ સવારી, સીટ બેલ્‍ટ નહીં બાંધનારા તથા હેલમેટ નહીં પહેરનારા વાહનચાલકો દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આવી દુર્ઘટનાઓને અટકાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વરા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ટ્રાફિકના નિયમોનુંઉલ્લંઘન કરનારાઓ સામે દાનહ ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વેહીકલ એક્‍ટની વિવિધ કલમો મુજબ દંડાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

પરિયારી ખાતે સરકારી હાઈસ્‍કૂલના ઉપક્રમે પ્રાથમિક અને ઉચ્‍ચ. પ્રાથમિક શાળાના સહયોગથી 61માં મુક્‍તિ દિવસની આનંદભેર થયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં જીપીએસસીની પરીક્ષા અન્વીયે પ્રતિબંધાત્મવક જાહેરનામું

vartmanpravah

કડમાળથી સુબિર તરફ જતા રસ્‍તામાં ડ્રાઈવરે સ્‍ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા સેન્‍ટ્રો કાર કોઝવે ઉપરથી નીચે પડી જતાં અકસ્‍માત સર્જાયો હતો

vartmanpravah

વાપીની દેગામ મુખ્‍ય પ્રાથમિક શાળામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડી નગરમાં રખડતા ઢોરના હુમલાઓને લઈ નગરપાલિકાએ ઢોર પકડવાની કામગીરી હાથ ધરી

vartmanpravah

Leave a Comment