March 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દમણઃ દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર કાર્યરત ડમ્‍પરની અડફેટમાં શ્રમિકનું બાળક આવતાં મોત

કડૈયા કોસ્‍ટલ પોલીસે ડમ્‍પર ચાલકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: નાની દમણના કડૈયા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના દુણેઠા ડમ્‍પિંગ સાઈટ પર આજે શુક્રવારે બપોરે એક દોઢ વર્ષના માસૂમ બાળકને એક ડમ્‍પરે ટક્કર મારતાં કરૂણ મોત નીપજ્‍યું હતું. બાળકનું મોત થવાથી તેમના સગાં-સંબંધીઓમાં ગમગીની છવાઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દુણેઠા ખાતેની ડમ્‍પિંગ સાઈટ પર કામ કરી રહેલા શ્રમિકનું એક દોઢ વર્ષનું બાળક રમી રહ્યું હતું. બાળક રમતાં રમતાં સાઈટ પર કાર્યરત ડમ્‍પર તરફ પહોંચી ગયું. એવામાં ડમ્‍પર ચાલક ડમ્‍પરને લઈને સાઈટથી નીકળ્‍યો તો બાળક પણ તેની અડફેટમાં આવી ગયું. બાળક ડમ્‍પરની અડફેટમાં આવવાથી તેનું ઘટના સ્‍થળ ઉપર જ કરૂણ મોત થયું હતું. બાળકનું મોત થવાથી સાઈટ પર કામ કરી રહેલા તેના પરિજનોમાં ગમગીની છવાઈ હતી અને ભારે આક્રંદ કર્યું હતું.
ઘટના અંગેનીજાણ પોલીસને થતાં તેમની ટીમ સ્‍થળ ઉપર પહોંચી ગઈ હતી અને ડમ્‍પર ચાલકની ધરપકડ કરી હતી. ઘટનાની વધુ તપાસ નાની દમણ કડૈયા કોસ્‍ટલ પોલીસ કરી રહી છે.

Related posts

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું જીવન ખાસ કરીને શિક્ષકો માટે પ્રેરણાદાયીઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

એમિક્રોન વેરિઅન્‍ટ વાયરસની સાવચેતી માટે વિદેશથી આવેલા વલસાડ જિલ્લાના 12 મુસાફરોને ક્‍વોરોન્‍ટાઈન કરાયા

vartmanpravah

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

Leave a Comment