August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

લગ્ન વિષયક તકરાર, જમીન સંપાદન વળતર, વીજબીલ અને ટ્રાફિક નિયમ ભંગના કેસો મહત્‍વના રહ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.11: વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા હેઠળની તાલુકા અદાલતોમાં નેશનલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં અદાલતોમાં પેન્‍ડિંગ રહેલા સમાધાનપાત્ર કેસો જેવા કે, ક્રિમીનલ કંપાઉન્‍ડેબલ કેસો, ધી નેગોશીએબલ ઈન્‍સ્‍ટ્રુમેન્‍ટ એક્‍ટ અન્‍વયેનાં (ચેક રિટર્નનાં) કેસો, લગ્ન વિષયક તકરારનાં કેસો, મોટર અકસ્‍માત વળતરને લગતાં કેસો, જમીન સંપાદન વળતરનાં કેસો, દિવાની દાવા જેવા કે ભાડા/ ભાડુઆતને લગતા કેસો, મનાઈ હુકમ-જાહેરાત-કરાર પાલન વિગેરે સંબધિતદાવા વિગેરે મળી કુલ-2132 કેસો લોક અદાલતનાં મુકવામાં આવ્‍યા હતા. સ્‍પેશ્‍યલ સીટીંગ ઓફ મેજીસ્‍ટ્રેટમાં ફક્‍ત દંડ ભરી નિકાલ થઈ શકે તેવા ફોજદારી કેસો કુલ 8287 કેસો મુકવામાં આવ્‍યા હતા. બેન્‍ક-ફાયનાન્‍સ કંપનીનાં વસુલાતનાં કેસો, વિજ બીલનાં વસુલાતનાં કેસો, ટેલિફોન-મોબાઈલ કંપનીઓનાં બિલનાં વસુલાતનાં કેસો તથા ટ્રાફિક નિયમ ભંગના ઈ-ચલણ વસુલાતનાં કેસો વિગેરે મળી કુલ-17,295 પ્રિ-લીટીગેશન કેસો લોક અદાલતમાં મુકવામાં આવ્‍યા હતા. જે પૈકી લોક અદાલતમાં સમાધાન પાત્ર પેન્‍ડિંગ કેસો કુલ-584 કેસો, સ્‍પેશ્‍યલ સીટીંગ કેસો કુલ-5943 અને પ્રિ-લીટીગેશનનાં કુલ-4674 મળી કુલ-11,201 કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો, આ કેસોમાં કુલ- રૂ.13,74,88,539/- નું સમાધાન કરવામાં આવ્‍યું હતું. આ લોક અદાલતમાં વલસાડ જિલ્લાનાં પક્ષકારો, તેમજ વકીલોએ ખુબ જ ઉત્‍સાહ પુર્વક ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવી હતી.

Related posts

કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથેની બેઠકમાં સંઘપ્રદેશમાં એમએસએમઈ અને અન્‍ય ઉદ્યોગોના વિકાસ માટે નિર્ધારિત સમયમાં યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવાનો આપેલો ભરોસો

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે 1989માં યોજાયેલ સામાન્‍ય ચૂંટણીમાં દેવજીભાઈ ટંડેલે અપક્ષ તરીકે બાજી મારી હતી

vartmanpravah

દીવમાં અમરેલીથી આવેલ પર્યટકનો ખોવાયેલો મોબાઈલ માત્ર ૧૦ જ મીનિટમાં શોધીને પરત આપી ટ્રાફિક પોલીસે કરેલી સરાહનીય કામગીરી

vartmanpravah

બાંગ્‍લાદેશમાં હિન્‍દુઓ ઉપર થઈ રહેલ અત્‍યાચારને બંધ કરાવવા હિન્‍દુ હિત રક્ષા સમિતિ, સેલવાસ દ્વારા રેલી-ધરણાં અને વિરોધ પ્રદર્શન કરી કલેક્‍ટરને સોંપાયું આવેદન પત્ર

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

ચૈત્રી નવરાત્રી નિમિતે આજથી સેલવાસની સુંદરવન સોસાયટી ખાતે શ્રીમદ્‌ દેવી ભાગવત કથાનું આયોજન

vartmanpravah

Leave a Comment