September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફ્રેઈટ કોરીડોર પ્રોજેક્‍ટ રેલવે પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે બીલીમોરામાં ખાનગી કંપનીનો મેનેજર 50 હજારની લાંચ લેતા ઝડપાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: દહાણુંમાં ભારત સરકારનો ફેટ કોરીડોર પ્રોજેક્‍ટ કાર્યરત છે. જેનું સંચાલન ઈસ્‍કોન ઈન્‍ટરનેસનલ લી. નામની કંપની કરી રહી છે. જેનો કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવા માટે કંપની મેનેજરએ રૂા.1.50 લાખની લાંચ માંગી હતી. અંતે એક લાખ નક્કી થયા હતા. તે મુજબ રૂા.50 હજારની લાંચ કોન્‍ટ્રાક્‍ટર પાસેથી સ્‍વિકારતા એ.સી.બી.એ બિલિમોરામાં છટકું ગોઠવી મેનેજરને રંગે હાથ ઝડપી પાડયો હતો.
ફેટ કોરીડોર દહાણુનો પાટા નાખવાનો કોન્‍ટ્રાક્‍ટ જે કોન્‍ટ્રાક્‍ટરને મળ્‍યો હતો તે ત્રણ માસ પુરા થતા કોન્‍ટ્રાક્‍ટની મુદત પુરી થતા કોન્‍ટ્રાક્‍ટર મુદત પુરી થતા કોન્‍ટ્રાક્‍ટરે ઈસ્‍કોન ઈન્‍ટરનેશનલ લી.ના મેનેજર સ્‍વરૂપકુમાર રાજેન્‍દ્રકુમાર પાલનો સંપર્ક કરી કોન્‍ટ્રાક્‍ટ રિપિટ કરવાની માંગણી કરી હતી તે માટે રૂા.1.50 લાખની મેનેજરે માંગણી કરી હતી. અંતે લાખમાં નક્કી થયેલ પરંતુ કોન્‍ટ્રાક્‍ટર લાંચ આપવા માંગતો નહોતો તેથી એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી.એ.સી.બી.એ બિલિમોરા લક્ષ્મી પેલેસમાં છટકું ગોઠવ્‍યું હતું. કોન્‍ટ્રાક્‍ટર એક લાખ પૈકીના 50 હજાર મેનેજરને હોટલમાં બોલાવેલો ત્‍યારે રોકડા રૂપિયા 50 હજારની લાંચની રકમ સ્‍વિકારતા મેનેજર સ્‍વરૂપકુમાર પાલ રંગે હાથ ઝડપાઈ જતા કાયદેસરની કાર્યવાહી એ.સી.બી. ટ્રેપીંગ અધિકારી કે.આર. સક્‍સેનાએ કરી હતી.

Related posts

નોગામા ગામે દીપડાએ દૂધ આપતી બકરીને ફાડી ખાતા વૃધ્‍ધાએ આજીવિકા ગુમાવવાની નોબત આવી

vartmanpravah

સરૈયા ગામે એસઆરપીએફના અધિકારીના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રૂા.45,000/ની મત્તાની ચોરી કરી પલાયન

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

લાયન્‍સ કલબ ઓફ વાપી ઈન્‍ટ્રીગેટડ દ્વારા ચાઈલ્‍ડ હુડ કેન્‍સર સેમિનાર યોજાયો

vartmanpravah

કપરાડાના યુવાનને નેવરીમાં અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા સ્‍થળ પર જ મોત

vartmanpravah

દાદરા પંચાયત દ્વારા આઝાદી સ્‍મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

vartmanpravah

Leave a Comment