Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નોટિફાઈડ મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: આજરોજ વાપી નોટિફાઇડ મંડળ સ્‍થિત પુરીબેન પોપટ બ્‍લડ બેન્‍ક ખાતે 180 પારડી વિધાનસભા અંતર્ગત રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તેમજ પારડી વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્‍ય શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ દ્વારા દીપ પ્રજવલિત કરી રક્‍તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર ભાઈ મોદીના જન્‍મદિવસને ધ્‍યાનમાં રાખી સેવા પખવાડિયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટીપારડી વિધાનસભા, એન્‍જિનિયર્સ એસોસિએશન, લઘુ ઉદ્યોગ ભારતી, વાપી વી.આઇ.એ. દ્વારા સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. એન્‍જિનિયર્સ ડે, વિશ્વકર્મા જયંતી, અને સેવા પખવાડિયા ત્રણેયને સમન્‍વિત કરી 240 જેટલા યુનિટ એકત્ર કરી લોક ઉપયોગી મહત્‍વનું સેવા કાર્ય કરવામાં આવેલ છે.
આ પ્રસંગે ઉપસ્‍થિત અગ્રણીઓ, શ્રી કનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રીશ્રી ગુજરાત સરકાર, શીલ્‍પેશભાઈ દેસાઈ વલસાડ જિલ્લા મહામંત્રી, મેહુલભાઈ પટેલ વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ, સતિષભાઈ પટેલ વી.આઈ.એ. પ્રમુખ, હેમંતભાઈ પટેલ વાપી નોટિફાઇડ ભાજપ પ્રમુખ, કમલેશભાઈ લાડ એંજીન્‍યારસ એસોસિયેશન વાપીના પ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતીના વિવિધ એકાયના પ્રમુખશ્રીઓ તેમજ સભ્‍યો, વિવિધ મંડળના અને જિલ્લાના સંગઠનના હોદ્દેદાર શ્રી, ચૂંટાયેલી પાંખના સદસ્‍યો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

vartmanpravah

દમણ-ઓમાન વચ્‍ચે ભવિષ્‍યમાં ઉદ્યોગ-વેપારના રોકાણની મજબૂત બનેલી સંભાવના

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં સ્‍વાસ્‍થ્‍ય અને આરોગ્‍ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment