September 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

ધો.7માં ભણતો અક્ષિત અટારા ટયુશન ક્‍લાસની પિકનીક વનભોજનમાં આંબલલાડ ગામે ગયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: ધરમપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખનો પૌત્ર આજે ટયુશનથી પિકનિક વન ભોજન માટે આંબલલાડ ગામે ગયો હતો ત્‍યારે તાન નદીમાં પગ લપસી પડતા તેનુ પાણીમાં ડૂબી જતા મોત નિપજતા ધરમપુરમાં ચકચાર મચી જવા પામી હતી.
ધરમપુર ખારવેલ બી.આર. ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં ધરમપુર પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઈ અટારાનો પૌત્ર અક્ષિત અટારા ધો.7માં અભ્‍યાસ કરતો હતો. આજે સોમવારેટયુશન ક્‍લાસ દ્વારા વન ભોજન પિકનિકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં અક્ષિત પણ જોડાયો હતો. પિકનિક આંબલલાડ ગામે તાન નદીના કિનારે યોજાઈ હતી. તે દરમિયાન અક્ષિતનો પગ નદીના પાણીમાં લપસી જતા તેનું ડૂબી જતા ઘટના સ્‍થળે જ મોત થયું હતું. અક્ષિતને સાંઈનાથ હોસ્‍પિટલમાં એમ્‍બ્‍યુલન્‍સથી લાવવામાં આવ્‍યો હતો. પરંતુ તબીબોએ મૃત જાહેર કર્યો હતો. પોલીસ લાશનો કબજો લઈને પી.એમ. માટે મોકલી આપી હતી. હોસ્‍પિટલમાં ટોળેટોળા ઉમટી ગયા હતા.

Related posts

ઉમરગામ પાલિકાની માલિકીની જમીનમાં દબાણ કરનારાઓ સામે પગલાં ભરવા પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

હવે અંતરિક્ષમાં નવી ક્ષિતિજનો સૂર્યોદય સંઘપ્રદેશમાં સ્‍કૂલથી સડક સુધી, પ્રશાસનથી પંચાયત, મંદિરથી માર્કેટ દરેક જગ્‍યાએ બસ ચાંદ જ ચાંદ

vartmanpravah

ધરમપુરના બરૂમાળમાં ડીજીટલ મેળા અને ઈંગ્‍લિશ ફેસ્‍ટ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશે સીડીએસ-બિપીન રાવત, તેમના ધર્મપત્‍ની અને 11 આર્મી પર્સોનલના આકસ્‍મિકમોત બદલ પાઠવી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સેલવાસના ગાયત્રી શક્‍તિપીઠ ખાતે બે દિવસીય શાંતિ યજ્ઞનો પ્રારંભ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ હરિફાઈ અને પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

Leave a Comment