September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ઈમરાન નગરમાં મોપેડ ઉપરથી 50 હજારની સિગારેટ ભરેલ થેલો ચોરી જનારા બે ઝડપાયા

આંતરરાજ્‍ય સિગારેટ ચોર આકાશ ભંવરસિંહ રાજપૂત- રોહન પલંગે ભગોન ભોસલે ઝડપાયા : રૂા.2.14 લાખનો મુદ્દામાલ જપ્ત

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: વાપી ઈમરાન નગર મસ્‍જીદ કોમ્‍પલેક્ષ સામે પાર્ક કરેલ બીડી-સિગારેટ ગુટખા વેપારીના મોપેડ ઉપરથી રૂા.50 હજાર ઉપરાંત સિગારેટનોજથ્‍થો ભરેલ થેલો કાપીને બે ચોર ફરાર થઈ ગયા હતા. આ ગુના સહિત અન્‍ય છ ગુનાનો ભેદ ઉકેલી આંતરરાજ્‍ય સિગારેટ ચોરી કરતા બે ચોર યુવાનોને એલ.સી.બી.એ ઝડપી લીધા હતા.
વાપી એલ.સી.બી.એ મળેલી બાતમી આધારે હાઈવે જકાતનાકા બલીઠા પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન સુરત જતા રોડ ઉપર આરોપી આકાશ ભંવરસિંહ રાજપૂત અને રોહન ઉર્ફે ધૂમ પલંગે ભગોન ભોસલેની પૂછપરછ કરી હતી ત્‍યારે તેમની પાસે બે કાપડની થેલીમાં અલગ અલગ બ્રાન્‍ડની 524 પેકેટ સિગારેટ મળી આવી હતી. જેની બજાર કિં.55767 રૂપિયા હતી. બીજા થેલામાંથી 443 પેકેટ સિગારેટ મળી હતી. જેની બજાર કિં.47780 રૂપિયા થાય છે. કુલ ત્રણ થેલામાંથી આરોપીઓ પાસેથી 1603 નંગ સિગારેટ પેકેટ કુલ 15477 રૂા.નો મુદ્દામાલ એક્‍સેસ મોપેડ 50 હજાર, મોબાઈલ મળી કુલ રૂા.2.14 નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી બન્ને આરોપીની ધરપકડ કરી હતી. પ્રાથમિક મળેલી વિગતો મુજબ વાપી, સુરત, નાસિક, મુંબઈ, મધ્‍યપ્રદેશ, કર્ણાટકમાં એક જ મોડસ ઓપરેન્‍ડીટી અપનાવતા દુકાને સિગારેટ આપવા આવતા વેપારીને ટારગેટ કરતા અને માલ ભરેલ થેલા ચોરી ફરાર થઈ જતા હતા. તેઓએ કબુલાત કરેલી કે દમણ રોડ પાર્લર સામેથી પણ પાર્ક કરેલ ટેમ્‍પોથી સિગારેટ ભરેલ કાર્ટુન ચોરી કરેલ. આમ બીજા અન્‍ય કુલ છ ગુનાનાપણ ભેદ ઉકેલાયા છે. બન્ને આરોપીમાંથી એક જયપુર અને એક પૂના મહારાષ્‍ટ્રનો રહેવાસી છે.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

વાત્‍સલ્‍ય સંસ્‍થાના મનોદિવ્‍યાંગ બાળકોને સ્‍કુલબેગ અને બૂટનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

આજે દપાડા પ્રાથમિક કેન્‍દ્ર શાળા ખાતે ‘પ્રશાસન આપના દ્વાર’ કાર્યક્રમ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે સેલવાસમાં અને રવિવારે દમણના કચીગામ ફાર્મ હાઉસની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શનિવારે જમ્‍પોર બીચ ખાતે બની રહેલા પક્ષીઘરનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 ઓક્ટોબરે લેવાનારી જીપીએસસીની પરીક્ષા અંગે કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક યોજી, તટસ્થ રીતે કામગીરી કરવા સૂચના આપી

vartmanpravah

Leave a Comment