Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં પત્નીની ગેરહાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરમાં લાવતા પત્નીએ બહારથી દરવાજો બંધ કરી અભયમને મદદે બોલાવી

અભયમની ટીમ આવતા પરસ્ત્રીએ બાલ્કનીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો પણ ૧૮૧ ટીમે બચાવી લીધી

પતિ અને પરિણીત પ્રેમિકા પણ બે-બે સંતાન ધરાવતા હોવાથી કાયદાકીય સમજ આપી સમાધાન થયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: વલસાડ તાલુકાના એક ગામમાં રહેતા બે સંતાનના પિતાને પરસ્ત્રી સાથે સંબંધ હોવાથી પત્નીને મારઝૂડ કરતો હતો. જેથી પીડિતા મોટા દીકરાને લઈ જ્યાં નોકરી કરતી હતી ત્યાં રહેવા ગઈ હતી. જ્યારે નાનો દીકરો પતિ સાથે રહેતો હતો. પત્નીની ઘેર હાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરે લઈ આવ્યો હતો અને નાના દીકરાને ફોઈના ઘરે રહેવા જણાવ્યું હતું. જેની જાણ પત્નીને થતા તે રાત્રે ઘરે આવી પહોંચી હતી. તેને જાણ થઈ કે ઘરમાં પતિ અન્ય સ્ત્રી સાથે છે. જેથી બહારથી દરવાજો બંધ કરી અભયમ હેલ્પલાઈન નં. ૧૮૧ પર ફોન કરી મદદ માંગી હતી. જેથી ૧૮૧ અભયમ ટીમના કાઉન્સેલર કંચન ટંડેલ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ જાગૃતિ પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અભયમ ટીમ આવી હોવાની જાણ થતા પરસ્ત્રીએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ બહારથી બંધ હોવાથી બાલ્કનીમાંથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ અભયમની ટીમે પકડી લીધી હતી. બાદમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પતિની પરિણીત પ્રેમિકા બે સંતાનની માતા છે. અભયમની ટીમે અનૈતિક સંબંધ ધરાવતી બે સંતાનની માતા અને બે સંતાનના પતિ બંનેનું અસરકારક કાઉન્સેલિંગ કરતા તેઓએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી આવી ભૂલ ન થાય તેની ખાતરી આપી હતી. ૧૮૧ અભયમની ટીમે બંને પક્ષને પોતાના બાળકોનો વિચાર કરી પરિવાર સાથે સારી રીતે રહેવા માટે જણાવ્યું હતું. પીડિતાના કહેવાથી બંને પક્ષે કાયદાકીય માહિતી આપી સમાધાન કરવામાં આવ્યું હતું. સાથે અભયમની ટીમે પીડિત મહિલાને જણાવ્યું કે, પોતાના ઘરે રહેવા માટે હવે પછી કોઈ તકલીફ પડે તો ૧૮૧ અભયમની ટીમ મદદ માટે તત્પર રહેશે એવો વિશ્વાસ અપાવ્યો હતો.

વલસાડ જિલ્લામાં અભયમે વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધીમાં ૩૩૫૪ મહિલાઓનું રેસ્ક્યુ કર્યુ
મહિલાઓની શારીરિક, માનસિક અને જાતિય સતામણી, ઘરેલુ હિંસા, કામકાજના સ્થળે જાતિય સતામણી, લગ્ન જીવનના વિખવાદ, આરોગ્ય અને બાળ જન્મની સમસ્યાઓ, મનોરોગી અને બાળકોની હિંસા સામે ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવનું કાર્ય ગુજરાત સરકારની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૧૫ થી અત્યાર સુધી વલસાડ જિલ્લામાં કુલ ૩૩૯૪૮ કોલ આવ્યા હતા જેમાં અભયમની ટીમે સ્થળ પર પહોંચી ૩૩૫૪ મહિલાઓનું રેસ્ક્યુ કરી મદદ, માર્ગદર્શન અને બચાવ કર્યો છે. અભયમે દિવસે દિવસે મહિલાઓમાં અને સમાજમાં વધુ વિશ્વાસ સંપાદિત કર્યો છે, જેથી મહિલાઓ અભયમ ને એક સાચી સહેલી તરીકે ઓળખે છે.

Related posts

આર.બી.આઈ.ના બેંકિંગ લોકપાલ કાર્યાલય અને દાનહ બેંક ઓફ બરોડા દ્વારા ખાનવેલ ખાતે ગ્રાહક જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

ગોવા કો-ઓ. બેંકના તત્‍કાલિન મેનેજર બાબર ટંડેલ અને સોનુ પ્રમાણિત કરનાર લલિત સોનીને 3 વર્ષની સજાઃ રૂા.19 હજારનો દંડ

vartmanpravah

દમણના મહિલા સશક્‍તિકરણના પ્રહરી પદ્મશ્રી પ્રભાબેન શાહનું અવસાન

vartmanpravah

મસાટ ગામે દુર્ઘટનામા ઘાયલ ત્રણ યુવાઓમાથી એકનુ સારવાર દરમ્યાન મોત 

vartmanpravah

સરકારી કોલેજ દમણમાં ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

નવસારી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment