Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

તટસ્‍થ રાજકીય સમીક્ષકોનું આકલન: દાનહમાં ડેલકર પરિવાર 2024નું ભવિષ્‍ય સલામત કરવા ભાજપની કંઠી બાંધવાની ફિરાકમાં?

સાંસદ કલાબેન ડેલકર સાથે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાત દરમિયાન દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના(ઉદ્વવ ઠાકરે) ના પ્રદેશ અધ્‍યક્ષ અભિનવ ડેલકર પણ જોડાતા રાજકીય ચર્ચાને મળેલો વેગ

3 રાજ્‍યોની ચૂંટણીમાં ભાજપને મળેલા પ્રચંડ વિજય બાદ 2024માં કેન્‍દ્રમાં ભાજપની સરકાર નિヘતિ હોવાનું દેખાતા પ્રદેશમાં ફરી તકવાદની રાજનીતિનું પુનરાર્વતન થવાની વહેતી થયેલીઅટકળો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22: દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના પરિવાર સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કરેલી શુભેચ્‍છા મુલાકાતથી પંથકમાં રાજકીય ચર્ચાએ જોર પકડયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર તથા તેમના પુત્ર અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદશ્રીના દિકરી પણ પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન સાથે જોડાયા હતા.
સાંસદ શ્રીમતી કલાબેન ડેલકરના પી.એ. શ્રી રામુભાઈ પટેલ દ્વારા જારી અખબારી યાદીમાં જણાવાયું છે કે, સંસદના શિતકાલીન સત્રના છેલ્લા દિવસે પ્રધાનમંત્રીશ્રી સાથે તેમની મુલાકાત થઈ હતી. જેમાં દાદરા નગર હવેલીના જનહિતના મુદ્દાઓથી પ્રધાનમંત્રીશ્રીને વાકેફ કરાયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ પોતાના વ્‍યસ્‍ત સમયમાં પણ મુલાકાતનો સમય આપી અને ખૂબ જ ઋચિ સાથે પ્રદેશના દરેક જનહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હોવાનું પણ અખબારી યાદીમાં જણાવાયું છે. અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે કે, પ્રધાનમંત્રીશ્રીએ ચર્ચા દરમિયાન સામે આવેલ દરેક મુદ્દાઓ ઉપર ખૂબ જ ગંભીરતાથી ધ્‍યાન લીધું હતું અને દાદરા નગર હવેલીના દરેક મુદ્દાઓ ઉપર તેઓ પ્રદેશની જનતાની સાથે હોવાનું આશ્વાસન પણઆપ્‍યું હતું. પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સાંસદ કલાબેન ડેલકર વચ્‍ચે થયેલ સાર્થક મુલાકાત પ્રદેશના હિતમાં એક સકારાત્‍મક કદમ રહ્યું હોવાનું પણ અખબારી યાદીમાં જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, 3 રાજ્‍યોમાં ભાજપને મળેલ પ્રચંડ જીત બાદ 2024માં દેશમાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે હેટ્રિક મારશે અને ભાજપની સરકાર કેન્‍દ્રમાં બનવાનું લગભગ નિヘતિ હોવાનું માનવામાં આવે છે. ડેલકર પરિવારનો ઈતિહાસ હંમેશા રાજકીય ક્ષેત્રે તકવાદનો રહ્યો છે. તેથી આવતા દિવસોમાં ભાજપમાં પ્રવેશ કરી પોતાનું 2024નું ભવિષ્‍ય સલામત કરવાની ફિરાકમાં હોવાનું રાજકીય સમીક્ષકો માની રહ્યા છે. ભાજપ એને કઈ રીતે મુલવે તેના ઉપર તમામની દૃષ્‍ટિ કેન્‍દ્રીત છે.

Related posts

વાપીથી શિવમ ગુમ થયો છે

vartmanpravah

વિવિધ રંગારંગ કાર્યક્રમ અને દેશભક્‍તિના જોસ સાથે સલવાલગુરુકુળમાં આઝાદ દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે ત્રિ-દિવસીય નિવાસી યોગ કોચ તાલીમ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી, સેલવાસ, દમણના શીખ અને સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબના પ્રકાશ પર્વની ઉજવણીકરી

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના કદમતટાપુની લીધેલી મુલાકાતઃ વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ અનેમુલ્‍યાંકન

vartmanpravah

ગ્રીસ-હંગેરીમાં યોજાયેલ ઈન્‍ટરનેશનલ ફોલ્‍ક ડાન્‍સ ફેસ્‍ટીવલમાં વાપીના મહેક ગજેરા ગૃપે ડંકોવગાડયો

vartmanpravah

Leave a Comment