September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

ફાયર બ્રિગેડ અને એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ અને ટીન્‍કુ મેમોરીયલની ટીમે બે કલાક રેસ્‍ક્‍યુ અભિયાન ચલાવ્‍યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: વાપી ગુંજન સિવિલ લાઈન રમઝાનવાડીથી પસાર થતી બિલખાડીમાં શનિવારે એક ગૌમાતા ભૂલથી ખાડીમાં પડી ગઈ હતી. બહાર નિકળવા તરફડીયા મારી રહીહતી. લોકોને જાણ થતા એનિમલ જીવદયા પ્રેમીઓની ટીમે ઘટના સ્‍થળે દોડી આવીને ખાડીમાં પડી ગયેલ ગૌમાતાનું રેસ્‍ક્‍યુ કરીને જહેમત બાદ ઉગારી લેવાઈ હતી.
વાપી રમઝાનવાડી છરવાડામાંથી પસાર થતી બિલખાડીમાં શનિવારે એક ગૌમાતા 10 થી 15 ફૂટ ઊંડી ખાડીમાં પડી ગઈ હતી. સ્‍થાનિકોએ એકઠા થઈ જીઆઈડીસી ફાયર બ્રિગેડ, એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ વાપી તથા ટીન્‍કુ મેમોરિયલ ટ્રસ્‍ટને જાણ કરી હતી. તુરંત જીવદયા પ્રેમિઓ ઘટના સ્‍થળે ધસી આવી ઘટના સ્‍થળે રેસ્‍ક્‍યુ ઓપરેશન ચાલું કર્યું હતું. પાસે કાર્યરત જે.સી.બી.ની મદદથી અંતે બે કલાકની જહેમત બાદ ગૌમાતાને ખાડીમાંથી હેમખેમ ઉગારી લેવાઈ હતી. રહેઠાણ વચ્‍ચે પસાર થતી બિલખાડીને પ્રોટેકશન વોલ કે જાળી લગાવી જરૂરી છે તેવી સ્‍થાનિકોએ માંગ કરી હતી નહીતર અવાર નવાર અકસ્‍માત બની શકે એમ છે.

Related posts

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

જીઆરડી મહિલાએ પતિ જેઠ અને નણંદ સામે વાપી ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવ્‍યા બાદ મામલો ગરમાયો

vartmanpravah

બુધવારે દાનહમાં 39 ડીગ્રી તાપમાન નોંધાયું: ઔર વધુ ગરમી પડશે

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી મળતી સબસિડીનો હવાલો આપી છળકપટ કરી ઓનલાઈન લૂંટ ચલાવતા આરોપીની દમણ પોલીસે ઝારખંડના ગિરિડિહથી કરેલી ધરપકડ

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

Leave a Comment