Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણથી દારૂ લઈ કે પી ને આવ્યા તો ખેર નહિ..: થર્ટી ફર્સ્ટ પહેલાં જ પારડી પોલીસે શરૂ કર્યું સઘન ચેકીંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.28: અંગ્રેજી કેલેન્‍ડરનું નવું વર્ષ એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી દારૂની પાર્ટી કરીને ઉજવવાની એક પ્રથા બની ગઈ છે. દારૂ પ્રતિબંધિત એવા ગુજરાતમાં રહેતા દારૂ રશિયાઓ પણ કેન્‍દ્ર શાસિત રાજ્‍ય દમણ કે સેલવાસમાં આવી ચિક્કાર દારૂ પી ને ગુજરાતમાં પ્રવેશતા હોય છે ત્‍યારે આ વર્ષે થર્ટી ફર્સ્ટ પહેલાથી જ પારડી પોલીસ દ્વારા પણ આવાપિધ્‍ધરોને ઝભ્‍ભે કરવા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
સૌ પ્રથમ તો કેન્‍દ્ર શાસિત પ્રદેશની તમામ ચેકપોસ્‍ટો શીલ કરી દઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ફોર વ્‍હિકલ હોય કે ટુ વ્‍હિકલ દરેક ગાડીઓને ચેકપોસ્‍ટ પર ચેક કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જ્‍યારે 31 ડિસેમ્‍બરના દિવસે અને રાત્રે આવા પિધ્‍ધરોને ચેક કરવા માટે બ્રેથલાઈઝર અને પોલીસ સ્‍ટેશન લાવવા માટે સાધનોની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.
આ વર્ષે ખાસ આયોજનમાં પોલીસ સ્‍ટેશન ખાતે જ મેડિકલની ટીમ પણ રાખવામાં આવશે જેથી આવા તમામ ધરપકડ થયેલા પિધ્‍ધરોને પોલીસ સ્‍ટેશન ખાતે જ મેડિકલ ચેકઅપ કરી શકાય.
સાથે સાથે ફક્‍ત કેન્‍દ્ર શાસિત પ્રદેશોની ચેક્‌પોસ્‍ટ પર જ ચેકિંગ હાથ ધરવામાં આવશે એવું નથી પરંતુ ગુજરાતમાં દરેક વાડી, ફાર્મહાઉસ કે પછી ભાડેથી આપવામાં આવતા ઘરોમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે અને જો શંકાસ્‍પદ જણાશે તો વાડી અથવા ફાર્મ હાઉસમાં પોલીસ રેડ કરી આવા દારૂની મહેફીલ માણતા તમામ પિધ્‍ધરોની ધરપકડ કરવામાં આવશે આમ આ વખતે થર્ટી ફર્સ્ટને લઈ તમામ તૈયારીઓ પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે.

Related posts

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

કપરાડા અરૂણોદય વિદ્યાલયના ઈન્‍ચાર્જ આચાર્ય શિક્ષણ સહાયકને કાયમી કરવા અરજી કાર્યવાહી માટે 50 હજારની લાંચ લેતા ઝડપાયા

vartmanpravah

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

સરીગામની કોરમંડલ ઇન્ટરનૅશનલ લિ.માં કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દમણની નાનાસ હોટલના નટરાજ ગેસ્‍ટહાઉસમાં ઈલેક્‍ટ્રીકનો શોક લાગતાં પિતા-પુત્રના દર્દનાક મોત જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ દમણની તમામ હોટલો-ગેસ્‍ટ હાઉસોની ઈલેક્‍ટ્રીક સેફટી ઓડિટ કરાવવા આપેલો નિર્દેશ : દમણ પોલીસે હોટલ સીલ કરી શરૂ કરેલી તપાસ

vartmanpravah

પ્રમુખ ગ્રીન્‍સ ચલા : અનાવિલ સ્‍નેહ સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment