January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

બામણવેલની વિધવા મહિલા સાથે પ્રેમ સંબંધ રાખવાનું તાલુકા પંચાયતના સભ્‍યને ભારે પડયું

મહિલા ટેન્‍શનમાં આવી જઈ આયર્નની ગોળી પી લેતા સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.24: ખેરગામ તાલુકાના વાડ ગામે રહેતી એક મહિલાના લગ્નસોળેક વર્ષ અગાઉ ચીખલીના બામણવેલ ગામે થયા હતા. પરંતુ ચારેક વર્ષ અગાઉ પતિનુ બીમારીના કારણે મોત નીપજ્‍યું હતું. પરિવારનું ભરણ પોષણ કરવા મહિલાએ નોકરી કરી રહી હતી. દરમ્‍યાન આજ ગામે રહેતા રોબિન દિનયરભાઈ પટેલ સાથે આંખો મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. દરમ્‍યાન પ્રેમ સંબંધના કારણે યુવતી ગર્ભવતી બનતા તા.14/08/22 ના રોજ બામણવેલ ખાતે ગામના સરપંચ, સગા સંબંધી તેમજ આગેવાનો સાથે મિટિંગ રાખવામાં આવી હતી. દરમ્‍યાન યુવતીએ જણાવેલ કે આપણો પ્રેમ સબંધ છે અને હું તારી સાથે રહેવા માંગુ છું અને હું પ્રેગનેટ છું એમ જણાવતા તાલુકા સભ્‍ય રોબિને જણાવેલ કે હું તને મારી સાથે રાખવાનો નથી જેથી વિધવા મહિલા ટેન્‍શનમાં આવી જઈ આયરનની ગોળી પી લેતા બનાવનો ભાંડો ફુટી ગયો હતો. અને મહિલાની તબીયત લથડતા સૌ-પ્રથમ ચીખલી રેફરલ હોસ્‍પિટલમાં અને વધુ સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગેની જાણ ભોગ બનનાર મહિલાના ભાઈ હિરલ રતિલાલ પટેલ (રહે.વાડ દરગાહ ફળિયા તા.ખેરગામ) એ કરતા પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવ ‘‘મેરી મિટ્ટી મેરા દેશ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહમાં નવો એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયોઃ સતર્કતા જરૂરી

vartmanpravah

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ

vartmanpravah

બગવાડા ટોલ નાકા પાસે લાયસન્‍સ વિના તલવારનું વેચાણ કરતા ઈસમોને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment