October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

પથ્‍થરમારામાં ઘાયલ એક મહિલા અને બાળકને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: વલસાડમાં બુધવારે સાંજે 8 વાગ્‍યાના સુમારે ગુંદલાવમાં મેળો જોવા પરિવાર સાથે નિકળેલ કાર ઉપર કેટલાક અસામાજીકોએ અંધાધુંધ પથ્‍થરમારો કર્યો હતો. જેમાં કારના કાચ તૂટી કારમાં બેઠેલી મહિલા અને એક બાળક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે કસ્‍તુરબા હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.
વલસાડમાં મોરા રોડ ઉપર એતેકરામ એપાર્ટમેન્‍ટમાં રહેતા તહનુમેદ પઠાણ અને ભાઈ વસીમ શેખ પરિવાર સહિત ગુંદલાવ મેળામાં જવા સાંજે 7 વાગ્‍યાના સુમારેઘરેથી નિકળ્‍યા હતા. રસ્‍તામાં કૈલાસ રોડ ઉપર એસ.ટી.એમમાં પૈસા કાઢવા રોકાયેલ તે સમયે એ.ટી.એમમાં બે યુવાનો સાથે સામાન્‍ય બોલાચાલી થઈ હતી. બાદમાં પરિવાર કાર લઈને ગુંદલાવ મેળામાં પોતાની કાર નં.એમએચ 02 ડીએ 5045 લઈને પહોંચ્‍યો હતો ત્‍યારે કાર પાર્ક કરી તે દરમિયાન સાતથી આઠ યુવાનોએ કાર ઉપર પથ્‍થરમારો કરેલો. જેમાં કારમાં બેઠેલા તસનુમબેન અને બાળક ગંભીર રીતે ઘાયલ થયા હતા. બન્નેને કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ઘટના દરમિયાન પલસર લઈ ભાગેલા બે યુવાનની બાઈક નં.જીજે 15 ડીએસ 2945નો ફોટો તહનુમેદ પઠાણે પાડી દીધો હતો. ઘટના અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

Related posts

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

વાપી જીઆઈડીસીની કંપનીમાં સીડી ઉપર ચઢી મશીનરી સાફ કરતા ગબડી ગયેલ કામદારનું મોત

vartmanpravah

વાપી વીઆઈએથી ચણોદ આર.સી.સી. રોડની કામગીરી શરૂ થતાં ટ્રાફિક સમસ્‍યા બમણી બની

vartmanpravah

જે.સી.આઈ. નવસારી દ્વારા કસ્‍બાપાર શાળામાં સમર કેમ્‍પનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર થાલામાં નડતરરૂપ વીજ પોલ ન ખસેડાતા વાહન વ્યવહારમાં અવરોધ સાથે અકસ્માતની સેવાઈ રહેલી ભીતિ

vartmanpravah

પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં કેન્‍દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાનું દમણ કોસ્‍ટગાર્ડ ખાતે ભાજપના પદાધિકારી-ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરેલું અભિવાદન

vartmanpravah

Leave a Comment