July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કુકેરીમાં દીપડાએ ઘરની પેજારીમાં ધસી જઈ બેડ સાથે બાંધેલા કુતરા પર કરેલો હુમલો

કુતરાએ ખળભળાટ કરતા માલિક જાગી જતા દીપડો ભાગી છૂટ્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.29: ચીખલી તાલુકાના કુકેરીમાં રાત્રિ દરમિયાનદીપડો ઘરની પેજારીમાં ધસી આવી બેડ સાથે બાંધેલા કુતરા પર હુમલો કરતા કુતરાએ ખળભળાટ કરતા માલિક જાગી જતા દીપડો નાસી ગયો હતો. ઈજાગ્રસ્‍ત કૂતરાની પશુ ચિકિત્‍સક પાસે સારવાર કરાવાઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ ફૂકેરીમાં ચીખલી વાંસદા રોડ સ્‍થિત ભુવનેશ્વર મહાદેવજીના મંદિર સામે બુધવારની રાત્રીએ ચંદ્રસિંહ રામસિંહ પરમાર ઘરની પાછળ પેજારીમાં બેડ પર ઊંઘેલા હતા તે દરમિયાન રાત્રિના બારેક વાગ્‍યાના અરસામાં પેજારીમાં દીપડો ધસી આવી બાજુના બેડ સાથે બાંધેલા પાડેલા કુતરા પર હુમલો કરતાં કૂતરાએ ખળભળાટ કરતા ચંદ્રસિંહ જાગી જતા બૂમો પાડતા દીપડો અંધારામાં ભાગી ગયો હતો.
દીપડાના હુમલામાં ઈજાગ્રસ્‍ત કૂતરાની સારવાર પશુચિકિત્‍સક પાસે કરાવતા બચી ગયો હતો જો કે કુકેરીમાં દીપડો ઘર સુધી ધસી આવતા અને તે અંગેની વાત વાયુવેગે ફેલાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્‍યો હતો સ્‍થાનિકોએ ખાસ કરીને રાત્રી દરમિયાન ખેતરમાં કે બીજે અવર જવર કરવામાં સાવચેતી રાખવાની નોબત આવી છે.

Related posts

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

પ્રાદેશિક કમિશનર, ડૉ.ડી.ડી. કાપડિયા આઈએએસની અધ્‍યક્ષતામાં વાપી વીઆઈએ અને નગરપાલિકાની સંયુક્‍ત મિટિંગ યોજાઈઃ પાલિકા એસટીપી ટ્રીટેડ પાણીની ચર્ચા કરાઈ

vartmanpravah

દમણ-દીવમાં 100 ટકા સ્‍થાનિક ડોમિસાઈલથી સરકારી ભરતી કરવાનો કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલનો સંકલ્‍પ

vartmanpravah

ભાજપ પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલે ગુવહાટી ખાતે માં કામાખ્‍યાના કરેલા દર્શન: મહામહિમ રાજયપાલ જગદીશ મુખી સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી ઓરા દ્વારા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી થઈ

vartmanpravah

ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ધરણાં, ઘેરાવો અને ઉપવાસ જેવા કાર્યક્રમો ઉપર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment