June 12, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહના નરોલી ખાતે પ. બંગાળની મહિલાનું ચક્કર આવતાં પડી જતાં મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના નરોલીમાં એક ચાલીમાં રહેતી પરપ્રાંતિય પરિણીતા 11 ડિસેમ્‍બરના રોજ સવારે ભોજન બનાવતી વખતે ચક્કર આવતાં પડી ગઈ હતી. જેમને તેમના પતિ દ્વારા તાત્‍કાલિક સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડી હતી. જ્‍યાં તેમની તબિયત વધુ બગડતાં સેલવાસ ખાતે સિવિલ હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે લઈ જવામાં આવ્‍યા હતાં જ્‍યાં તેમનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર પાનો કાર્તિક (ઉ.વ.23) હાલ રહેવાસી નરોલી અને મૂળ રહેવાસી- પશ્ચિમ બંગાળ. જેઓ ગત તા.11મી ડિસેમ્‍બરના રોજ સવારે ભોજન બનાવી રહ્યા હતા. તે સમયે તેમને અચાનક ચક્કર આવતાં પડી ગઈ હતી, પડીગયેલી પત્‍નીને તેમના પતિએ ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલાનું શરીર એકદમ જકડાઈ જવા પામ્‍યું હતું. જેથી તાત્‍કાલિક સારવાર માટે નરોલીના પી.એચ.સી.માં લઈ જવામાં આવ્‍યા હતા, પરંતુ તબિયતમાં કોઈ સુધારો નહીં થતાં ત્‍યાંથી વધુ સારવાર માટે સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવવામાં આવ્‍યા હતા. જ્‍યાં પાનો કાર્તિકનું સારવાર દરમ્‍યાન મોત થયું હતું. પરિણીતાનું મોત ક્‍યા કારણોસર થયું એની જાણકારી ડોક્‍ટરો આપી શક્‍યા નથી. હવે પોસ્‍ટમોર્ટમ(પી.એમ.) રિપોર્ટ આવ્‍યા બાદ જ ખબર પડશે.

Related posts

એકશન એઈડ અને આદિવાસી એકતા પરિષદના ઉપક્રમે ધરમપુરમાંસ્ત્રી હિંસા વિરૂધ્‍ધ અભિયાનનો પ્રારંભ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે પંડીત દીન દયાળ ઉપાધ્‍યાયની 108મી જન્‍મ જયંતિની કરેલી ઉજવણી

vartmanpravah

દમણમાં 09 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

Leave a Comment