October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ફાટક ઉપર જયપુર બાન્દ્રા ટ્રેન રાતે થોભી ગઈ, ટ્રેનનું ચેકિંગ કરાયું : મુસાફરોમાં અજુગતુ થયાનો ભય ફેલાયો

ટોર્ચથી રેલવે સ્ટાફે આખી ટ્રેનનું ચકિંગ કર્યું : કંઈ મળી ના આવ્‍યું: ૪૦ મિનિટ ફાટક બંધ રહેતા વાહનોની કતારો લાગી ટ્રાફિકજામ થઈ ગયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: જયપુરથી બાન્‍દ્રા તરફ જઈ રહેલી જયપુર બાન્‍દ્રા ટ્રેન ગુરૂવારે રાતે વાપી ફાટક ઉપર 40 મિનિટ ઉપરાંત થોભી જતા મુસાફરોમાં અજુગતુ બન્‍યાનો ભય ફેલાયો હતો. અંધારામાં રેલવે સ્‍ટાફે આખી ટ્રેન ટોર્ચના અજવાળામાં ચેકિંગ કરી હતી.
જયપુર બાન્‍દ્રા મુંબઈ તરફ જઈ રહેલી ટ્રેન રાતે ફાટક વચ્‍ચોવચ્‍ચ અચાનક લાંબા સમય સુધી થોભી હતી. આખી ટ્રેનનું રેલવે સ્‍ટાફે ચેકિંગ કર્યું હતું. બીજી તરફ મુસાફરોમાં ભય સાથે તરેહ તરેહની અફવાઓનો માહોલ છવાઈ ગયો હતો. રેલવે સ્‍ટાફે આખી ટ્રેન ટોર્ચના અજવાળાથી ચેકિંગ કર્યું. ટ્રેનની આગળ પણ કંઈ મળી આવ્‍યું નહોતું. બીજી તરફ લાંબા સમય સુધી ફાટક બંધ રહેતા વાહનોની કતારો લાગી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. સંપુર્ણ ટ્રેન ચેકિંગ બાદ મુંબઈતરફ જવા રવાના કરાઈ હતી. પરંતુ કેમ થોભાવાઈ એનું સસ્‍પેન્‍શ હજુ સુધી બરકરાર રહ્યું છે.

Related posts

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં પ્રથમ વખત આયોજીત 68મી રાષ્‍ટ્રીય શાળાકીય રમત ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ અને ગર્લ્‍સ) ટુર્નામેન્‍ટ 2024-25નું સમાપન

vartmanpravah

નાનાપોંઢા મહેતા ટયુબ કંપનીમાં કોપરની ચોરીનો ભેદ ઉકેલાયો: પોલીસે 7 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા

vartmanpravah

વલસાડની ચણવઈ પીએચસીમાં સિકલસેલ ડીસીઝના દર્દીઓની તબીબી તપાસ કેમ્પ યોજાયો

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

vartmanpravah

વાપી ચણોદ ખાતે રહેતો વિદ્યાર્થીએ વાપી ડેપોને રૂટ બોર્ડ ભેટમાં આપ્‍યું

vartmanpravah

Leave a Comment