January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

બીજી તરફ પોલીસને પણ રાહત થઈ, ગયા વર્ષથી
અડધાથી પણ ઓછા નશાબાજો પકડાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.01: અંગ્રેજી કેલેન્‍ડરનું નવું વર્ષ એટલે વર્ષનો છેલ્લો દિવસ અને નવા વર્ષનું આગમન આ નવા વર્ષના આગમનને લોકો ખાઈ-પી મજા કરીને ઉજવે છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયાની એક્‍ટિવિટીને લઈ લોકોને કોઈપણ માહિતી ઘડીના છઠ્ઠા ભાગમાં મળી જતી હોય છે.
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્‍ટર કરણરાજ વાઘેલાએ એમની સતર્કતા અને કાર્યદક્ષાતાને લઈ થર્ટી ફર્સ્ટ પહેલા તેમણે કરેલ અન્‍ય રાજ્‍ય સાથેનીમિટિંગો, કેન્‍દ્રશાસિત એવા દમણ સાથે મળી સંયુક્‍ત કોમ્‍બિંગ તથા 32 જેટલી ચોકીઓ બનાવી દરેક ચોકી પર સઘન ચેકિંગની જાહેરાત બાદ આ તમામ મેસેજ સોશિયલ મીડિયા દ્વારા વહેતા થતા દર વર્ષે ટોળે ટોળામાં દમણ આવવા ઉમટતા સુરત મુંબઈ તથા અન્‍ય શહેરના લોકોએ આ વર્ષે પોતાના ત્‍યાં જ ઘરે વાડી કે અન્‍ય વ્‍યવસ્‍થા કરી 31તદ્દ ઉજવવાનું નક્કી કરી દમણ આવવાનું માંડી વાળ્‍યું હતું જેને લઈ દર વર્ષે થર્ટી ફર્સ્‍ટ દરમિયાન દમણ અને પાતળીયા ખાતે જોવા મળતું માનવ મહેરામણ અને મેળા જેવી સ્‍થિતિ જોવા ન મળતા સંપૂર્ણ રીતે પાતળીયા સૂનસામ ભાસતુ હતું અને અહીં આવેલ બાર રેસ્‍ટોરન્‍ટ તથા ધાબાઓમાં પણ તમામ ટેબલો પણ ખાલી જોવા મળ્‍યા હતા.
બીજી તરફ કેન્‍દ્ર શાસિત પ્રદેશને લગોલગ આવેલ પારડી, વાપી જેવા પોલીસ સ્‍ટેશનનોને પણ એટલી જ રાહત થઈ હતી. કારણ કે દર વર્ષે 500 થી 700 ના આંકડા સાથે પકડાતા પિધ્‍ધરો અને એમને સાચવવાની જવાબદારી પણ વધી જતી હતી. જે આ વર્ષે ફક્‍ત 50 થી 60 જેટલા જ નશાની હાલતમાં લોકો પકડાતા પોલીસને પણ એટલી જ રાહત થઈ હતી.

Related posts

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

વલસાડમાં વિવિધ કાર્યક્રમો સાથે બેંક ઓફ બરોડાનો ૧૧૫મો સ્થાપના દિન ઉજવાયો

vartmanpravah

સંઘપ્રદેશના મુખ્ય વન સંરક્ષક કે. રવિચંદ્રનની બઢતી સાથે અંદામાન નિકોબાર બદલી

vartmanpravah

વાપી જીઆઈડીસી પોસ્‍ટ ઓફીસ રોડ ઉપર ડ્રેનેજનું ગંદુ પાણી રોડ ઉપર ફેલાતા વાહન ચાલકો-રાહદારીઓ મુશ્‍કેલીમાં

vartmanpravah

વાપી હાઈવે ઉપર સતત વાહન ટક્કરથી બાઈક સવારના મોતનો બીજો બનાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

Leave a Comment