October 15, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત બીજા દિવસે દીવના ઘોઘલા બીચ પર પેંચક સિલાટ, મલખમ્બ અને દોરડાખેંચ રમતોની યોજાયેલી સ્પર્ધા

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ,તા.૦૫ : આજે, કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીવ જિલ્લાના બ્લુઅર પ્રમાણિત ઘોઘલા બીચ પર ભારતની પ્રથમ મલ્ટિસ્પોર્ટ્સ બીચ ગેમ્સ- ‘બીચ ગેમ્સ દીવ-૨૦૨૪’ અંતર્ગત ૦૩ રમતગમત સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં આ વિવિધ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશના ખેલાડીઓઍ ઉત્સાહ અને ઉમંગ સાથે રમતોમાં ભાગ લીધો હતો. આ ૩ રમતગમતની સ્પર્ધાઓમાં પેંચક સિલાટ, મલખમ્બ અને ટગ ઓફ વોર(દોરડાખેંચ)નો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે, આ બીચ ગેમ્સ ૪ જાન્યુઆરી, ૨૦૨૪ થી ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ દરમિયાન યોજાશે અને ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ આઈ.ઍન.ઍસ. ખુકરી, દીવ ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સમાપન થશે.
બીચ ગેમ્સ ૨૦૨૪, દીવમાં કુલ ૮ વિવિધ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ૨૦થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા ૧૨૦૦થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્ના છે.
અત્રે યાદ રહે કે, આ રમતો ૦૫/૦૧/૨૦૨૪ થી ૧૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધી દરરોજ સવારે ૦૭.૦૦ થી ૧૦.૦૦ અને સાંજે ૦૪.૦૦ થી રાત્રિના ૦૯.૦૦ કલાક દરમિયાન દીવ જિલ્લાના ઘોઘલા બીચ પર યોજાશે અને ત્યારબાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે.

Related posts

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દમણના યુવા નેતા તનોજ પટેલે રસ્‍તે રઝળતા ગૌવંશના પ્રશ્નને ઉકેલવા બતાવેલો નવતર પ્રયોગ

vartmanpravah

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

vartmanpravah

શ્રી દમણ રાણા સમાજ દમણની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

ભામટી અને દમણવાડા શાળામાં સંયુક્‍ત રીતે ઉજવાયો પ્રવેશોત્‍સવઃ પ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગના સંયુક્‍ત સચિવ સુરેશ ચંદ્ર મીણાની રહેલી ઉપસ્‍થિતિ

vartmanpravah

Leave a Comment