December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટ ઓફિસોમાં સ્‍વચ્‍છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાપી મુખ્‍ય પોસ્‍ટ ઓફિસના પોસ્‍ટ માસ્‍ટર ઉમેશભાઈ માહ્યાવંશીના
નેતૃત્‍વમાં કરાયેલી અનોખી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લાની તમામ પોસ્‍ટઓફિસમાં વલસાડ ડિવિઝનના સિનીયર સુપ્રિટેન્‍ડેન્‍ટ ઓફ પોસ્‍ટ ઓફિસ વલસાડના શ્રી વિકાસ બાલાસાહેબ પલવેના માર્ગદર્શન હેઠળ આજે બપોરે સ્‍વચ્‍છતા અભિયાન તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશોની તમામ પોસ્‍ટ ઓફિસના કર્મચારીઓ આ સ્‍વૈચ્‍છિક સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાયા હતા.
વાપી મુખ્‍ય પોસ્‍ટઓફિસના પોસ્‍ટમાસ્‍ટર શ્રી ઉમેશભાઈ માહ્યાવંશી તથા તેમના સહ કર્મચારીઓ દ્વારા વાપી ખાતે ખૂબ જ ઉત્‍સાહભેર આ કાર્યક્રમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યકર્મને સફળ બનાવા માટે પોસ્‍ટઓફિસના ડેપ્‍યુટી સુપ્રિટેન્‍ડેન્‍ટ શ્રી બી.વાય. તહેશીલદાર, સીનીયર પોસ્‍ટમાસ્‍ટર શ્રી આર.જે.પટેલ, આસિસ્‍ટન્‍ટ સુપ્રિટેન્‍ડેન્‍ટ શ્રી સી.આર.પટેલ, ઈન્‍સ્‍પેક્‍ટર ઓફ પોસ્‍ટ વાપી સબ ડિવિજનના હિમાશું મેહરા તથા કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.
આ સ્‍વચ્‍છતા અભિયાન અનેવૃક્ષારોપણ કાર્યક્રમ સફળ રહેતા વલસાડ ડિવિઝનના સિનીયર સુપ્રિટેન્‍ડેન્‍ટ ઓફ પોસ્‍ટ ઓફિસ વલસાડના શ્રી વિકાસ બાલાસાહેબ પલવેએ તમામ કર્મચારીઓનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દમણમાં રાજસ્‍થાન સેવા સંઘ દ્વારા નિર્જલા એકાદશી નિમિત્તે ઠંડી છાશનું કરાયેલું વિતરણ

vartmanpravah

ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ વલસાડ જિલ્લાના વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારની લીધેલી મુલાકાત

vartmanpravah

દીવ એરપોર્ટ વિભાગ દ્વારા સરકારી ઉચ્‍ચ પ્રાથમિક-માધ્‍યમિક શાળા નાગવા ખાતે ‘ભ્રષ્‍ટાચાર મુક્‍ત ભારત’ કાર્યક્રમનું થયું આયોજન

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી

vartmanpravah

વાપી ગુંજન કલા મંદિરમાં સોનાના નકલી બિસ્‍કીટ આપી 1.98 લાખના ઘરેણા ખરીદનારા બે પોલીસ સિકંજામાં

vartmanpravah

Leave a Comment