July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે ડ્રાઈવરો મોટી સંખ્‍યામાં ભેગા થઈ કાળો કાયદાનો વિરોધ કરી રાષ્‍ટ્રપતિને રજૂઆત કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: તા.08/01/2024 ના દિને સરકાર દ્વારા ડ્રાઈવરો માટે લાવેલ કાળો કાયદાના વિરોધમાં ધરમપુર ખાતે મોટી સંખ્‍યામાં ડ્રાઈવરોભેગા થઈ વાંસદા અને ચીખલીના ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં મહામાહિમ રાષ્‍ટ્રપતિને પ્રાંત અધિકારી મારફત રજૂઆત કરવામાં આવી.
અકસ્‍માત કેસમાં નવા કાયદાઓને રદ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી અને ડ્રાઇવરએ દેશના વિકાસમાં ખુબજ ઓછા પૈસામાં ફાળો ભજવતી કડી છે જે પોતાના જીવના જોખમે વિવિધ ઉત્‍પાદનોની હેરફેર કરે છે અને હાલમાં પાડવામાં આવેલ નવા કાયદો એ ડ્રાઈવર માટે શ્રાપ રૂપ છે કેમ કે કોઈ પણ ડ્રાઈવર પોતાની જાતે અકસ્‍માત કરતો નથી કે અકસ્‍માત દ્વારા કોઈનો જીવ લેતો નથી. અકસ્‍માતની જગ્‍યાએ પોલીસ તાત્‍કાલિક આવી શકતી નથી એના માટે ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે અકસ્‍માતની જગ્‍યા છોડવી પડે છે અને અકસ્‍માતની જગ્‍યા જો ડ્રાઈવર ઉપસ્‍થિત રહે તો એ લોકટોળાંનો શિકાર બને છે જે બાબત જાણીતી છે અને લોકટોળા દ્વારા જોડ્રાઈવરને અધમુઓ કે મારી નાખવામાં આવે તો એ ઘટનાની જવાબદારી કોણ લેશે?

ડ્રાઈવરના પરિવારનું શું થશે ?

ડ્રાઈવર એ 10 થી 20 હજારમાં કામ કરતી વ્‍યક્‍તિ છે જેમાં એમનું પરિવાર નભે છે. જોગાનુજોગ જો અકસ્‍માત સર્જાય છે તો આટલી મોટી રકમ કયાંથી ચૂકવી શકે ?
આ કાયદાઓ જેમ ખેડૂત માટે આવેલ કાયદાઓ કાળા કાયદા સમાન હતા એ જ રીતે આ કાયદાઓ ડ્રાઈવરમાટે કાળા કાયદાઓ સમાન છે. આ કાયદાઓને રદ કરવા આપ મહામહિમને અમારી આગ્રહભરી વિનંતી છે.
જો આ કાયદાને તાત્‍કાલીક અસરથી રદ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ડ્રાઈવરોની હડતાળ રસ્‍તા રોકો જેવાં કાર્યક્રમો ડ્રાઈવરોના હિતને ધ્‍યાને રાખીને આપવાની ફરજ પડશે ની રજૂઆત કરી હતી.
જ્‍યાં માજી જિલ્લા પંચાયત સભ્‍ય જયશ્રીબેન, જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા રમેશ પાડવી, સરપંચ દિનેશભાઈ, સરપંચ દેવું મોકાસી, સરપંચ જયેંદ્ર ગાંવીત, રોહિણાં ગામના આગેવાન ભાવેશભાઈ અને સાથી મિત્રો, વાંકલ ગામથી રાકેશભાઈ અને સાથી મિત્રો, કાકડકુંવાથી કિરણભાઈ અને સાથી મિત્ર, પાર-તાપી રિવરલિંક પ્રોજેકટ સંઘર્ષ સમિતિ પ્રમુખ બારકુંભાઈ અને ખાસ આભાર ધીરજભાઈ પટેલ નગરપાલિકા માજી કોર્પોરેટ અને મોટી સંખ્‍યામાં દરેક વિસ્‍તારમાંથી આવેલ ડ્રાઈવર ભાઈઓ હાજર રહ્યા હતા.

Related posts

કપરાડાના ટુકવાડા ગામે આદિવાસીઓના પરંપરાગત ભોવાડાની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલના પગલે ચીખલીના ઘેકટીમાં કાવેરી નદીને મળતા કોતરમાં છોડાતા પ્રદૂષિત પાણી અંગે જીપીસીબી દ્વારા સેમ્‍પલો લઈ તપાસ હાથ ધરાઈ

vartmanpravah

ચીખલીના સિયાદા ગામે ‘નલ સે જલ’ યોજના પોકળ સાબિત થતાં આદિવાસીઓ નહેરના પાણી પીવા બન્‍યા મજબૂર

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં દિવસભર ધોધમાર વરસાદ વરસ્‍યો

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં ઉમરગામના ધોડીપાડામાં બે દિવસીય આદિજાતિ જન ઉત્‍કર્ષ મહોત્‍સવની ઉજવણીનો પ્રારંભ

vartmanpravah

વલસાડ જિલ્લાના બે શિક્ષકોની રાજ્‍યકક્ષાના શ્રેષ્‍ઠ શિક્ષક એવોર્ડ માટે પસંદગી

vartmanpravah

Leave a Comment