Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ પારડી દ્વારા રવિવારે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
પારડી દમણીઝાપા ખાતે આવેલ સાંઈ દર્શન હોલમાં શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનારમાં મુખ્‍ય મહેમાન તરીકે રતિલાલભાઈ પટેલ તથા વક્‍તા તરીકે વિશાલભાઈ મિષાી, બ્રિજેશભાઈ ભંડારી, હેલીબેન પટેલ, પ્રફુલભાઈ મિષાી તથા ચંદ્રવદન પટેલ ઉપસ્‍થિત રહ્યા હતા. વક્‍તાઓએ ધોરણ 10 અને 12 ના ઉપસ્‍થિત વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા તથા ઉચ્‍ચ શિક્ષણ માટે જરૂરી માર્ગદર્શન પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન સાથે ખૂબ જ અસરકારક રીતે આપ્‍યું હતું. સાથે જ વક્‍તાઓએ વાલીઓને પણ પોતાના બાળકોને પરીક્ષા સમયે લેવાની કાળજી અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આ પ્રસંગે પરિવાર સહાનુભૂતિ સહાય યોજનાનો પણ પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.
આ યોજનાનો તકતી અનાવરણ કરી મુખ્‍ય મહેમાન ભરતભાઈ પટેલે શુભારંભ કરાવ્‍યો હતો.
અમિતભાઈ પટેલેઆ યોજના અંગે વિસ્‍તૃત માહિતી આપી હતી અને આ યોજનામાં માત્ર પારડી ભંડારી જ્ઞાતિ મંડળ જ નહીં પરંતુ સમગ્ર ભંડારી સમાજ જે મુંબઈથી સુરત સુધીના તમામ જ જ્ઞાતિજનો લાભ લઈ શકે તેવી જાહેરાત કરી હતી.
કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન શ્રી ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ અમિતભાઈ પટેલે કર્યું હતું.
આ પ્રસંગે ટ્રસ્‍ટીઓ કાંતિભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, અમૃતભાઈ પટેલ, જગદીશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ તથા ઉપપ્રમુખ અજીતભાઈ પટેલ મંત્રી કેયુરભાઈ પટેલ, પુનમબેન પટેલ, ભરતભાઈ ભંડારી તથા ભાવેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

vartmanpravah

પારડીમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈ ના હસ્‍તે 4 કરોડ 50 લાખના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત

vartmanpravah

સંઘપ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે દીવ ન.પા.ને જીતવા શરૂ કરેલા તેજ પ્રયાસો:  ન.પા.ના તમામ 13 વોર્ડના કાર્યકર્તાઓ સાથે યોજેલી બેઠક

vartmanpravah

ચીખલી-વાંસદા રાજ્‍ય ધોરીમાર્ગ ઉપર ચીખલી, ખુંધ, થાલામાં રોડ માર્જિનમાં આવતા ધાર્મિક સ્‍થળો દૂર કરવા માટે પ્રાંત અધિકારી દ્વારા બેઠક યોજી

vartmanpravah

ડુંગરા ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો. દ્વારા ગેરકાયદે દબાણો હટાવવાની રજૂઆત : જીઆઈડીસી કે પાલિકાએ નોંધ જ ના લીધી

vartmanpravah

તા.30મીએ નેશનલ પ્રોગ્રામ ઓન કલાઇમેટ ચેન્‍જ એન્‍ડ હ્યુમન હેલ્‍થની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment