October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વેલવાચમાં આવેલ પોલટ્રી ફાર્મમાં કોઈ ઈસમે 20 ઉપરાંત મરઘાઓનું મારણ કર્યું

નિકુંજ અરવિંદભાઈ પટેલના પોલટ્રી ફાર્મમાં મરેલા મરઘા જોઈ અન્‍ય 260 બોઈલર મરઘા પણ મરણ પામ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વલસાડ નજીક વેલવાચ ગામે આવેલ એક પોલટ્રી ફાર્મમાં ગતરાત્રે કોઈ અજાણ્‍યો ઈસમ દિવાલની ઈંટો તોડી ફાર્મમાં પ્રવેશી 20 જેટલા મરઘાઓનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. મરેલા મરઘા જોઈને અન્‍ય 260 બોઈલર મરઘા પણ મરી જતા ફાર્મ માલિકે રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
વેલવાચ ગામે કુડી ફળીયામાંનિકુંજ અરવિંદભાઈ પટેલનું પોલટ્રી ફાર્મ આવેલ છે. ગતરાત્રે કોઈ ઈસમ ફાર્મના વરંડાની ઈંટો તોડીને અંદર પ્રવેશી 20 જેટલા મરઘાનું મારણ કરી ફરાર થઈ ગયો હતો. વધુ મરઘા કંપનીમાં મોકલી આપેલા હોવાથી નિકુંજભાઈ રાત્રે સુવા આવ્‍યા નહોતા તેની તક ઝડપી ઈસમ મરઘાનું મારણ કરી નાસી ગયો હતો. પરંતુ મરેલા મરઘા જોઈને અન્‍ય 260 જેટલા મરઘા પણ મરણ પામ્‍યા હતા તેથી 50 હજાર જેટલુ નુકશાન થયાની રૂરલ પોલીસમાં નિકુંજ પટેલે ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વાંસદા તાલુકા નવતાડ ગામની કાજલ માહલાએ સતત ત્રીજી વખત હિમાલયની શિખરો પર વિજય પતાકા લહેરાવી

vartmanpravah

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની વ્‍હારે આવતી જીવદયા ગ્રુપ પારડી

vartmanpravah

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

vartmanpravah

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah

Leave a Comment