January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના નોગામા ગામે સ્‍મશાનની સગડીની પ્‍લેટ ચોરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.09: ચીખલી તાલુકામાં દિવસે દિવસે ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ચોરતાઓએ તાલુકામાં પગ પેસારો કર્યો હોય તેમ છેલ્લા મહિનામા ચોરીની અનેક ઘટના બનવા પામી છે. હાલે ચોરતાઓ સોના-ચાંદીના દાગીના કે રોકડ રૂપિયા નહિ પરંતુ સ્‍મશાન ભૂમિમાં સગડીની ચોરી કરી રહ્યા છે.
ચીખલી તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તાર નોગામા ગામે મૃતદેહો બાળવા માટે બનાવેલ સ્‍મશાન ભૂમિની સગડીની પ્‍લેટ પણ ચોરતાઓ ચોરી ગયા હતા. છેલ્લા એક મહિનાની વાત કરીએ તો તાલુકાના દેગામ, બામણવેલ, વાંઝણા, રાનવેરી કલ્લા સહિતના ગામોમાંથી રાત્રિના સમયે સ્‍મશાનની સગડી તેમજ પ્‍લેટ ચોરાયાની ઘટના સામે આવી હતી. થોડા દિવસ પૂર્વે રાનકુવા વિસ્‍તારમાં ચાર જેટલા ચોરતાઓ સોસાયટીમાં ફરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો. શિયાળાની શરૂઆત થતા જ ચોરતાઓને મોકળું મેદાન મળી જતું હોય છે.
ચીખલી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચોરી, ઘરફોડ ચોરી, ખેતરોમાંથી વીજ મોટરો તથા કેબલોની ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્‍યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘનબનાવે તે જરૂરી છે. ઉપરોક્‍ત ચોરીના બનવા અંગે પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાય ન હતી.

Related posts

વાપી હાઈવે સર્વિસ રોડ વધુ ગંભીર અકસ્‍માત ઝોન બનવા તરફી : નવા ડેપોને લઈ દુર્ઘટનાઓની વધેલી ભીતિ

vartmanpravah

વલસાડના નાની સરોણ ગામે દિપડાએ કોઢારમાં પ્રવેશી વાછરડીનો શિકાર કરતા ગામમાં ગભરાટ

vartmanpravah

તળાવ બ્‍યુટીફિકેશન પ્રકરણમાં પરિયા ગામના સરપંચ ડિમ્‍પલબેન પટેલ બરતરફ

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી આનંદનગર સ્‍વામિનારાયણમાં પાટોત્‍સવ ઉજવાયો

vartmanpravah

Leave a Comment