Vartman Pravah
Breaking NewsOtherદેશ

સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે

ગણપતી ઉપાસનાનું આધ્‍યાત્‍મિક રહસ્‍ય આલેખનઃ વિનોદભાઈ માછી નિરંકારી નવીવાડી, તા. શહેરા, જી.પંચમહાલ 9726166075(મો)

ભાદરવા સુદ ચોથ એ ગણેશ ચતુર્થી કહેવાય છે. મોરેશ્વર નામના ગણપતિના એક ભક્‍ત થઈ ગયા, તેમની ભક્‍તિના કારણે પ્રભુ સાથે તેમનું નામ જોડાઈ ગયું, તેથી આ દિવસોમાં ‘ગણપતિ બાપા મોરીયા’ના અવાજોથી વાતાવરણ ગુંજી ઉઠે છે. ભારતીય સંસ્‍કૃતિના ઋષિઓએ ગણપતિને ખુબ જ મહત્‍વ આપ્‍યું છે. પ્રત્‍યેક શુભ કાર્યમાં તેમનું પ્રથમ પૂજન કરવામાં આવે છે.
પુરાણોમાં કથા આવે છે કે, માતા પાર્વતીજીને સ્‍નાન કરવાની ઈચ્‍છા થઈ, તેમને પોતાના શરીર ઉ5રથી મેલ ઉતારીને તેનું પૂતળું બનાવ્‍યું અને તેમાં પ્રાણ પૂર્યો, તે જીવતું થયું. તે બાળકને બહાર પહેરો ભરવા ઉભો રાખ્‍યો અને જણાવ્‍યું કે, કોઈપણ વ્‍યક્‍તિ આવે તો અંદર આવવા દેવો નહીં. હું સ્‍નાન કરવા બેસું છું. આમ કહી પાર્વતીજી સ્‍નાન કરવા બેઠાં. બરાબર તે જ સમયે કૈલાશ (કિલ+આસ જેની પ્રસિધ્‍ધ સત્તા રહેલી હોય તે પરમાત્‍મા કિલાસ કહેવાય અને કિલાસને રહેવાની જગ્‍યાનું નામ કૈલાસ)માં શિવજીની સમાધિ (મહા પ્રલયકાળનું ઐકાંન્‍તિક સ્‍થાન) ખુલી, હાથમાં ત્રિશૂળ લઈને તેઓ પોતાના ઘર તરફ ઉ5ડયા. ઘરે આવીને જુએ છે તો એક બાળક પહેરો ભરી રહ્યો હોય છે જે શિવજીને અંદર જવા દેતો નથી.. અટકાવે છે.પોતાના ઘરમાં જ પોતાને પ્રવેશ કરતાં અટકાવનાર કોણ..? શિવજીને ક્રોધ ચડયો અને ક્રોધના આવેશમાં તેમને ત્રિશૂળ માર્યું એવું પેલા બાળકનું મસ્‍તક કપાઈ ગયું. અંતરાય દૂર થતાં લોહીવાળું ત્રિશૂળ લઈને શિવજી અંદર ગયા. પાર્વતીજી પૂછે છે કે તમે આ શું કરીને આવ્‍યા..? તો શિવજીએ કહ્યું કે, દ્વાર પર એક બાળક મને અંદર આવવા દેતો ન હતો તેથી મેં તેનો શિરચ્‍છેદ કરીને અંદર આવ્‍યો છું. આ સાંભળીને માતા પાર્વતીજીને ઘણો જ આઘાત લાગે છે. પાર્વતીજીને ખુશ કરવા ભગવાન શિવજી પોતાના પાર્ષદોને શિશ(મસ્‍તક) શોધી લાવવા મોકલે છે. સેવકો રસ્‍તામાંથી પસાર થતા એક હાથીના બચ્‍ચાનું મસ્‍તક કાપીને લઈ આવે છે. જેને કપાયેલા ધડ ઉપર ચોંટાડી દેવામાં આવે છે તે ગણપતિ..! ત્‍યારબાદ ભગવાન સદાશિવ આર્શિવાદ આપે છે કે, આજથી કોઈપણ શુભ કાર્યમાં મારા તથા અન્‍ય તમામ દેવો પહેલાં તમારી પૂજા કરવામાં આવશે. ત્‍યારથી દરેક શુભ કાર્યોની શરૂઆતમાં ગણપતિજીની પ્રથમ પૂજા કરવામાં આવે છે.
આ કથામાં શંકા થાય છે કે, માતા પાર્વતીજી સ્‍નાન કરવા બેઠાં ત્‍યારે તેમના શરીર ઉપર એટલો બધી મેલ જમા થયો હશે કે જેનું એક પુતળૂં થઈ જાય..? ભગવાન સદાશિવ તો સર્વજ્ઞ છે તો તેમને ખબર પડી જવી જોઈએ કે આ મારો છોકરો છે..! તેમ છતાં તેમને એકઅજ્ઞાનીની જેમ ક્રોધના આવેશમાં કર્તવ્‍ય બજાવી રહેલા છોકરાનો શિરચ્‍છેદ કરી નાખ્‍યો..? જે શિવજી હાથીના કાપેલા મસ્‍તકને ચોંટાડી શકે તે શું ગણપતિના કપાયેલા મસ્‍તકને ન ચોંટાડી શકે..? બિચારા નિર્દોષ પ્રાણીની હત્‍યા કેમ કરાવી..? અને માણસના ધડ ઉપર ક્‍યારેય હાથીનું મસ્‍તક ફીટ થાય ખરૂં..?
આ બધી ઘટનાઓ વાસ્‍તવમાં બનેલી ઘટનાઓ નથી પરંતુ સંતો મહાપુરૂષો આ રૂપકના દ્વારા આપણને આધ્‍યાત્‍મિક જ્ઞાન પીરસે છે કે પરાત્‍પર નિર્ગુણ નિરાકાર બ્રહ્મને જ્‍યારે સૃષ્ટિ રચવાનો સંકલ્‍પ થયો ત્‍યારે સૌ પ્રથમ મહત્‍વની રચના કરી. આ મૂળ પ્રકૃતિ કે જેને આપણે શક્‍તિ કહીએ છીએ.. પુરાણો તેને જ પાર્વતી કે સતી કહે છે. આ મૂળ પ્રકૃતિમાંથી પ્રથમ જે વિકૃતિ વિકાર થયો તે મહત્‍વ(બુધ્‍ધિ) તેમાંથી અહંકાર અને શબ્‍દ, સ્‍પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચ તન્‍માત્રાઓ અને તેમાંથી પાંચ મહાભૂતો (પૃથ્‍વી પાણી અગ્નિ વાયુ અને આકાશ) પાંચ જ્ઞાનેન્‍દ્રિયો (આંખ કાન નાક જીભ અને ત્‍વચા) પાંચ કર્મેન્‍દ્રિયો (હાથ, પગ, મુખ, ગુદા અને ઉપસ્‍થ) અને મન. આમ, પ્રકૃતિ સાથે ચોવીસ તત્‍વો અને પચ્‍ચીસમો પુરૂષ છે. આ બધામાં સૌ પ્રથમ મહત્‍વ(બુધ્‍ધિ)નું નિર્માણ કરે છે. આ બુધ્‍ધિ તે પેલો છોકરો. ગણપતિ (બુધ્‍ધિ)નું પ્રથમ મસ્‍તક પ્રકૃતિનું બનેલ છે જે ભોગપ્રધાન હોય છે તેની વૃત્તિઓ ભોગ તરફ જહોય છે તેને હટાવીને ભગવાન સદાશિવ નિર્મિત નવું મસ્‍તક ગોઠવે છે. ગણપતિનું મસ્‍તક હાથીનું જ બતાવ્‍યું છે કારણ કે, હાથી એ તમામ પ્રાણીઓમાં સૌથી બુધ્‍ધિશાળી પ્રાણી છે. પ્રાકૃતિક બુધ્‍ધિ ઇન્‍દ્રિયોની દાસ હોય છે. ઇન્‍દ્રિયો જેમ નચાવે છે તેમજ નાચતી હોય છે. યોગવશિષ્ઠ રામાયણમાં બે મન બતાવવામાં આવ્‍યાં છેઃ એક જે વ્‍યવહાર કરી રહ્યું છે તે અને બીજું મન મૂર્છાવસ્‍થામાં 5ડયું છે તે.

ઝીણી આંખોઃ ઝીણી આંખો સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા તથા માનવીને જીવનમાં સૂક્ષ્મ દ્રષ્ટિ રાખવા પ્રેરણા આપે છે. પોતાની દ્રષ્ટિ સૂક્ષ્મ રાખી આપણને ખબર ન પડે તે રીતે આપણામાં ઘુસતા દોષોને અટકાવવા જોઈએ.
મોટું નાકઃ મોટું નાક દૂર સુધીની સુગંધ-દુર્ગંધને ઓળખી શકવાની ક્ષમતા દર્શાવે છે. તત્‍વવેત્તા જ્ઞાનીમાં દૂરદર્શીપણું હોવું જોઈએ. પ્રત્‍યેક વાતની ગંધ તેમને પ્રથમથી જ આવી જવી જોઈએ.
મોટા કાનઃ મોટા કાન બહુશ્રુત.. ઘણું બધુ સાંભળીને જેને જ્ઞાનનિધિ વધારી છે તેમછતાં વધુ સાંભળવા તૈયાર રહે છે તેનું સૂચક છે. તેમના કાન સૂ5ડા જેવા છે. સૂપડાનો ગુણ છે, સારને ગ્રહણ કરી લેવો અને ફોતરાને ફેંકી દેવા.
બે દાંતઃ ગણપતિને બે દાંત છે. એક આખો અને બીજો અડધો. આખો દાંત શ્રધ્‍ધાનો છે અને તૂટેલો દાંતબુધ્‍ધિનો છે. જીવન વિકાસના માટે આત્‍મશ્રધ્‍ધા અને ઈશશ્રધ્‍ધા પૂર્ણ હોવી જોઈએ. બુધ્‍ધિ કદાચ ઓછી હશે તો ચાલશે પરંતુ પ્રભુ પરમાત્‍મા ઉપર પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. પ્રભુ પરમાત્‍માએ માનવને બે ખુબ અમૂલ્‍ય ભેટ આપી છેઃ શ્રધ્‍ધા અને બુધ્‍ધિ. આ બંન્નેનો સમન્‍વય હોય તો જ જીવન વિકાસ થાય છે. માનવીની બુધ્‍ધિ સિમિત હોવાથી આખરે તેને શ્રધ્‍ધાનો સહારો લેવો પડે છે. ખંડિત દાંત એ બુધ્‍ધિની મર્યાદાનું પ્રતિક છે અને પૂર્ણ દાંત એ અખૂટ શ્રધ્‍ધાનું પ્રતિક છે.
ચાર હાથઃ ગણપતિને ચાર હાથ છે. તેમાં અનુક્રમે અંકુશ.. પાશ.. મોદક અને આર્શિવાદ આપતો હાથ છે. અંકુશ એ વાસના વિકારો ઉપર સંયમ જરૂરી છે તેમ બતાવે છે. પાશ એ જરૂર પડયે ઇન્‍દ્રિયોને શિક્ષા કરવાનું સામર્થ્‍ય 5ણ તત્‍વવેત્તાઓમાં હોવું જોઈએ તેમ દર્શાવે છે.
મોદકઃ જે મોદ(આનંદ) કરાવે તે. મહાપુરૂષોનો આહાર આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય તેવો સાત્‍વિક હોવો જોઈએ તેમ દર્શાવે છે. એક હાથમાં મોદક રાખીને પોતાના લાડલા દિકરાઓ(ભક્‍તો)ને ખવડાવવા માટે બોલાવી રહ્યા છે.
વિશાળ પેટઃ બધી વાતો પચાવવાની ક્ષમતા દર્શાવે છે .સમુદ્રમાં જેમ બધું સમાઈ જાય છે તેમ મહાપુરૂષોના પેટમાં બધી વાતો સમાઈ જાય છે. બધાની સાંભળેલી વાતો પોતાના વિશાળ પેટમાં સમાવી દેવીએનું સૂચન કરે છે.
ગઃ તેમના પગ નાના છે. ‘નાના પગ ઉતાવળા સોબાવરા ધીરા સો ગંભીર’એ કહેવતનો સાર સમજાવી રહ્યા છે. નાના ટૂંકા પગ એ બુધ્‍ધિમત્તાનું લક્ષણ છે એટલે કે તે પોતે જ દોડયા કરતા નથી પરંતુ બુધ્‍ધિથી બીજાને દોડાવે છે.
વાહન ઉંદરઃ તેમનું વાહન ઉંદર છે. મહાપુરૂષોનાં સાધનો નાના અને સ્‍વભાવ નમ્ર હોવો જોઈએ કે જેથી કરીને તે તમામના ઘરમાં પ્રવેશ પામી શકે. બીજી એક વ્‍યવહારીક નીતિ પણ ઉંદર પાસેથી શીખવા જેવી છે કે જ્‍યારે તે કરડે છે ત્‍યારે ફુંક મારીને કરડે છે તેથી કોઈને ખબર પણ પડતી નથી. તત્‍વવેત્તા કોઈને કાન પકડાવે એવું કડવું કહે પણ એવી મિઠાસથી કહે કે સાંભળનારને ખરાબ કે ખોટું ન લાગે અને પોતાનું કાર્ય પણ થાય. બીજું ઉંદર એ ચૌર્યવૃત્તિનું પ્રતિક છે, જે સારૂં હોય તે ચોરી લેવું, તેનો ઉપભોગ કરી લેવો.
દરેક કાર્યની સિધ્‍ધિ માટે ગણ5તિનું સર્વપ્રથમ પૂજન કરવામાં આવે છે. તત્‍વવેત્તાઓ અને શ્રેષ્ઠ મહાપુરૂષો સમાજના ગણપતિઓ છે. કોઈપણ કાર્યની સિધ્‍ધિના માટે સર્વપ્રથમ શ્રેષ્ઠ પુરૂષોનું પૂજન કરવાથી, તેમને બોલાવવાથી, તેમનો સત્‍કાર કરવાથી તેમનું માર્ગદર્શન સતત મળતું રહે છે અને કાર્ય સિધ્‍ધ થાય છે. આધ્‍યાત્‍મિક દૃષ્‍ટિએ જોઈએ તો આપણી ઇન્‍દ્રિયોનો એક ગણ(સમુહ)છે. આ ગણનો પતિ મન છે. કોઈપણ કાર્યને સિધ્‍ધ કરવું હોય તો આપણો આ ગણપતિ(મન) ઠેકાણે હોવોજોઈએ એટલે મનને કાર્યના પ્રારંભ પહેલાં શાંત અને સ્‍થિર કરવું જોઈએ, જેથી કોઈ વિઘ્‍નો ઉભા થાય જ નહીં અને કાર્ય સરળ રીતે પાર પાડી શકાય.
ગણેશ ચતુર્થીના દિવસે જે ગણપતિને લાવીને સ્‍થાપના કર્યા પછી દશ દિવસ સુધી તેમનું પૂજન અર્ચન કર્યા બાદ તે ગણપતિનું અનંત ચતુદર્શીના દિવસે જળમાં કેમ વિસર્જન કરવામાં આવે છે? જે શાંત છે તેને અનંતમાં.. સાકારને નિરાકારમાં અને સગુણને નિર્ગુણમાં વિલિન કરીએ છીએ. સાકાર ભગવાન મૂર્તિમાં છે તો નિરાકાર પરમાત્‍મા સર્વવ્‍યાપક છે. જીવનમાં પણ વ્‍યક્‍તિ પૂજાથી શરૂઆત કરી તત્‍વપૂજામાં તે આરંભનું પર્યવસન કરીએ છીએ. અંતિમ પ્રમાણ આપણે તત્‍વને જ માન્‍યું છે. ટૂંકમાં ગણપતિનું વિસર્જન એટલે વિરાટની પૂજાનો આરંભ. બધા પરમાત્‍માના જ છે તેથી મારા ભાઈઓ છે. આપણું સૌનું દૈવી સગપણ છે એટલું સમજવાનું છે. સાર્વજનિક ગણેશ ઉત્‍સવ એકતા અને સંગઠનની ભાવનાનું પ્રતિક છે. નિજ મંદિરમાં બેઠેલા ભગવાન પોતાની પાસે આવનારને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુધ્‍ધિનો વિચ્‍છેદ કરીને તેની જગ્‍યાએ શુધ્‍ધ શૈવબુધ્‍ધિની સ્‍થાપના કર. વાસના નહીં પરંતુ આ શુધ્‍ધબુધ્‍ધિ જ શિવ(પરમાત્‍મા)ને પમાડે છે તે બતાવવા શિવાલયમાં પણ ગણપતિની પ્રતિમા મુકવામાં આવે છે. શિવ એટલે કલ્‍યાણ. શિવ પોતે અજન્‍મા નિર્ગુણ નિરાકાર અવ્‍યક્‍ત બ્રહ્મ છે.

Related posts

દાનહના બિસ્‍માર રસ્‍તાઓથી દુઃખી બનેલા સાંસદ કલાબેન ડેલકરઃ છેવટે પ્રશાસકશ્રીના સલાહકારને કરી રજૂઆત

vartmanpravah

ઉદવાડામાં જિલ્લા કિસાન સંઘની મીટીંગ યોજાઈ: નવસારી-મહારાષ્‍ટ્ર જતી હાઈટેન્‍શન પાવર લાઈનનો વિરોધ

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

વાપીના વિદ્યાર્થી રોનક ચાંદવાની મેડિકલ નીટની પરીક્ષામાં ઈન્‍ડિયા લેવલે 1213મો રેન્‍ક લાવી સિધ્‍ધિ મેળવી

vartmanpravah

ઘોઘલાના સામુહિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે સંપૂર્ણ રસીકરણ/ઓરિ-રુબેલા નાબુદી વિષય પર યોજાયેલી કાર્યશાળા

vartmanpravah

વલસાડ જિલ્લામાં બેરોકટોક ચાલતા ગેરકાયદે કતલખાના અને મટન શોપની તપાસ કરવા કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah

Leave a Comment