October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના લીખવડ ગામે રાત્રે ઘરમાં સુતેલી મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાતા ચકચાર

નન્નીબેન ધાકલભાઈ લાખણ બાળકો સાથે ઘરમાં સુતી હતી ત્‍યારે ઘટેલી ઘટના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: કપરાડાના અંતરિયાળ વિસ્‍તારના લીખવડ ગામે ગત રાત્રે ઘરમાં બાળકો સાથે સુતેલી મહિલાનું કોઈ અજાણ્‍યા ઈસમે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્‍યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. સવારે ગામમાં ચકચાર મચી જવા પામી હતી.
કપરાડાના લીખવડ ગામે બાહુશા ફળીયામાં રહેતી નન્નીબેન ધાકલભાઈ લાખણનામની મહિલા નિત્‍યક્રમ મુજબ રાતે બાળકો સાથે સૂઈ ગઈ હતી. તે ઘરમાં એકલી હતી, પતિ અને પૂત્ર કામકાજ અર્થે બહાર ગયેલા હતા ત્‍યારે કોઈ અજાણ્‍યો ઈસમ ઘરમાં રાત્રે પ્રવેશી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દઈ નન્નીબેનની કરપિણ હત્‍યા કરી ફરાર થઈ ગયો હતો. ગળાના ભાગે ઘા કર્યા હોવાથી નન્નીબેનનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ સવારે ગામમાં વાયુ વેગે ફેલાઈ જતા સમગ્ર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ બાદ જિલ્લા પોલીસ વડા ઉચ્‍ચ અધિકારીઓ સાથે લીખવડ ધસી આવ્‍યા હતા. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પરંતુ હત્‍યાનું કારણ અકબંધ રહ્યું છે જે તપાસ બાદ બહાર આવી શકે છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા ખરેડી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

દાનહમાં પોલીસના અમાનવીય કૃત્ય અંગે ગોર બંજારા સમાજ દ્વારા પોલીસ અધિક્ષકને રજૂઆત કરાઈ

vartmanpravah

ઈન્‍ડિયન રેડક્રોસ સોસાયટી, નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામતાલુકા માટે રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

vartmanpravah

Leave a Comment