July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ એસટી વિભાગીય કચેરી ખાતે રક્‍તદાન, વૃક્ષારોપણ અને વોલ પેઈન્‍ટીંગના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ગુજરાત રાજ્‍ય એસટી નિગમના વલસાડ વિભાગ દ્વારા ‘‘સ્‍વચ્‍છ યાત્રા, શુભ યાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પૈકી તા.10 જાન્‍યુઆરીના રોજ એસ.ટી. વિભાગીય કચેરી, ધરમપુર રોડ, અબ્રામા ખાતે રક્‍તદાન શિબિરનું આયોજન સિવિલ હોસ્‍પિટલ વલસાડના સહયોગથી અને ડો.અમિતભાઈ શાહના નેતૃત્‍વ હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું. રક્‍તદાતાઓને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે વલસાડ એસટી વિભાગના વિભાગીય નિયામક એન. એસ. પટેલ, એ. કે. પરમાર, બી. ટી. પટેલ સહિત અધિકારીઓની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. રક્‍તદાન શિબિરમાં 59 બોટલ રક્‍ત રક્‍તદાતાઓ તરફથી દાનકરવામાં આવ્‍યું હતું.
‘‘સ્‍વચ્‍છ યાત્રા, શુભ યાત્રા” ઝુંબેશ અંતર્ગત એસટીની વિભાગીય કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં વિભાગીય કચેરી તથા વિભાગીય યાંત્રાલયના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા વિભાગીય કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. આ સાથે એસટી વિભાગીય કચેરીને સુશોભન કરવા માટે વોલ પેઇન્‍ટિંગ પણ કરવામાં આવ્‍યું હતું.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે 658 વિદ્યાર્થીઓને કોરોના વેક્‍સિન આપવામાં આવી

vartmanpravah

વાપી હાઈવે બગવાડા ટોલનાકાપાસે શુભમ ગ્રીનમાં રહેતી આધેડ મહિલાને અજાણ્‍યા વાહને ટક્કર મારી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૮ થી ૧૪ જાન્‍યુઆરી દરમિયાન પોષણ અભિયાન અંતર્ગત સ્‍વસ્‍થ બાળક સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

જિલ્લા પ્રભારી મંત્રીએ વરસાદથી અસરગ્રસ્‍તોની મુલાકાત લીધી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડના ઓલગામમાં પ્રાકૃતિક ખેતી અંતર્ગત ખેડૂત તાલીમ યોજાઈ

vartmanpravah

Leave a Comment