Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.10: સરીગામ જીઆઈડીસની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી શ્રી મુબીનભાઈ શેખનું આજરોજ સાંજના ચાર કલાકે આકસ્‍મિક મોત થતા એમના પરિવાર તેમજ મિત્ર વર્ગમાં દુઃખની લાગણી છવાઈ જવા પામી છે. શ્રી મુબીનભાઈ શેખ નિયમના પરિઘમાં રહી સૈદ્ધાંતિક રીતે કામ કરવાની ત્રેવડ માટે જાણીતા હતા. સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલા હતા અને સરીગામ જીઆઈડીસીની કંપનીઓમાં આગલાગવાથી ઘટના સમયે મદદ માટે એમની ટીમ સાથે કાયમ તત્‍પર રહેતા અને મદદરૂપ થતાં હતા.
આજ રોજ સાંજના ચાર કલાકના અરસામાં ફરજ ઉપર હાજર હતા એ સમય દરમિયાન કંપનીની ઓફિસમાં જ ખુરશી ઉપર બેભાન અવસ્‍થામાં ઢળી પડ્‍યા હતા. જેને તાત્‍કાલિક વાપીની હરિયા હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા હતા જ્‍યાં એમનું દુઃખદ અવસાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. એમનો જનાજો એમના નિવાસ્‍થાન વલસાડ અબ્રામા ખાતેથી નીકળશે.

Related posts

કપરાડા તાલુકામાં ફાયર સ્‍ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરીને આપ્‍યું આવેદનપત્ર

vartmanpravah

પારડી પોલીસનો એક્‍સન પ્‍લાન ખીલી ઉઠ્‍યો: થર્ટી ફર્સ્ટની પૂર્વ રાત્રી દરમ્‍યાન 118 જેટલા મદિરા ના શોખીનો જેલ ભેગા: સમગ્ર રાત્રી દરમ્‍યાન પરિવારજનોનો મેળાવડો

vartmanpravah

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

વાપી જીઆઈડીસીની હેરંબા ઈન્ડસ્ટ્રીઝના બંને યુનિટને જીપીસીબીએ ફટકારેલી ક્લોઝર

vartmanpravah

વાપીમાં મહિલા જીઆરડીએ કોન્‍સ્‍ટેબલ ઉપર બળાત્‍કારનો આરોપ મુકતા ચકચાર

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment