Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડા ઓઝરડામાં કોતરોમાંથી મળેલ લાશનો ભેદ ઉકેલાયો : પિતા-પૂત્ર સહિત સાત ઝડપાયા

રામાભાઈ વાઘતને આંબા ડાળીકાપવાના ઝઘડામાં તુલસી મનસુ વાઘત અને પૂત્ર ચેતન તુલસીએ પતાવીને લાશ ફેંકી દીધી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: કપરાડા વિસ્‍તારમાં સામાન્‍ય બાબતોમાં ઝઘડા અને હત્‍યા કરવા સુધીના મામલા વારંવાર બનતા રહે છે. તેવો એક બનાવ કપરાડાના ઓઝરડા ગામે બન્‍યો હતો. માત્ર આંબાની ડાળી કાપવાના મામલે થયેલા ઝઘડાની અદાવત રાખી પિતા પૂત્રએ એક વૃધ્‍ધને મારી હત્‍યા કરી કોતરોમાં લાશ નાખી દીધી હતી. પોલીસે ગણતરીના દિવસમાં હત્‍યાના બનાવને માત્ર ચાર દિવસમાં ભેદ ઉકેલી પિતા-પૂત્ર સહિત સાતને જેલ ભેગા કર્યા હતા.
નજીવી બાબતનો ઝઘડો હત્‍યામાં પરિણમેલા બનાવની વિગતો મુજબ ઓઝરડા ગામે રહેતા રામાભાઈ સોમાભાઈ વાઘતે શુક્રવારે લાકડા કાપવા મજુરી કામે સવારે ઘરેથી નિકળ્‍યા હતા. સાંજ સુધી તેઓ ઘરે પરત નહી ફરતા પૂત્ર મુકેશ રામાભાઈએ પોલીસમાં પિતા ગુમ થયાની જાણ કરી હતી. પોલીસે મામલાની ગંભીરતા લઈને ચાંપતી તપાસ અને પૂછપરછ કરી હતી. જેમાં શુક્રવારે એક ઓળખીતો મોપેડ ઉપર બેસાડીને લઈ ગયેલ. આગળ જઈ ઉતારીને તુલસી મનસુ વાઘત અને તેનો પૂત્ર ચેતન તુલસી વાઘત અને અન્‍ય પાંચ સાથે સાતે જણાએ આંબાની ડાળ કેમ કાપી ને ઝઘડો કર્યા બાદ રામાભાઈ ઉ.વ.64ની હત્‍યા કરીને નજીકના ખનકા પાસેપથ્‍થરોમાં લાશને ફેંકી દીધી હતી. પોલીસ તપાસમાં પથ્‍થર ઉફર લોહીના ડાઘ જણાતા લાશ શોધી પીએમ માટે મોકલી આપી હતી. જેમાં મૃત્‍યુ બ્રેન હેમરેજથી થયાનું બહાર આવેલ તેથી પગેરુ પકડી પોલીસે પિતા પૂત્ર સહિત સાતને ઝડપી પાડી હત્‍યાનો ભેદ ઉકેલી દીધો હતો.

Related posts

ઉમરગામના ભીલાડ ખાતે આંતરરાષ્ટ્રી ય આદિવાસી દિવસની ઉજવણી કરાઇ

vartmanpravah

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

vartmanpravah

આજથી વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

vartmanpravah

દાનહના ધાપસા ટર્નિંગ પર ટેન્‍કર પલ્‍ટી જતા ઓઇલ ઢોળાયું

vartmanpravah

વલસાડના નાની સરોણ ગામે દિપડાએ કોઢારમાં પ્રવેશી વાછરડીનો શિકાર કરતા ગામમાં ગભરાટ

vartmanpravah

ધોડીપાડા ખાતે મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં બેઠક મળી:  ઉમરગામ તાલુકામાં ભારે વરસાદના કારણે ખરાબ થયેલા રસ્તાના મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે

vartmanpravah

Leave a Comment