Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં 1480 કલાકારો ઉત્‍સાહભેર ભાગ લીધો

કોમર્સ કોલેજ અને સંસ્‍કાર કેન્‍દ્રમાં 6 ભાગમાં કુલ 23 સ્‍પર્ધા યોજવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અનેસાંસ્‍કળતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્‍કળતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ 2023-24નું તા.11 થી 12/01/2024 ના રોજ સંસ્‍કાર કેન્‍દ્ર તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે છ ભાગમાં ગાયન, નૃત્‍ય, વાદન, અભિનય, સાહિત્‍ય અને કલા વિભાગ ક્ષેત્રે ત્રણ વયજુથમાં કુલ 23 સ્‍પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વલસાડ જિલ્લાના 1480 કલાકારોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.
વલસાડ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી. બી. વસાવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમાલી એમ. જોષી, નુતન કેળવણી મંડળના ચેરમન સ્‍વાતીબેન, કેમ્‍પસ ડાયરેકટર ડૉ.નિર્મલ શર્મા, જોઈન્‍ટ સેક્રેટરી અનિલ શાહ, શાહ એન.એચ.કોમર્સ કોલેજના આચાર્ય ડૉ.ગીરીશકુમાર રાણા તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજના પ્રો.મુકેશભાઈએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો. જેમાં તાલુકા કક્ષા કલા મહાકુંભમાં વિજેતા થયેલા કલાકારો તેમજ સીધી જિલ્લાકક્ષાની સ્‍પર્ધામાં કલાકારોએ મોટી સંખ્‍યામાં ભાગ લીધો હતો. જિલ્લા કક્ષામાં પ્રથમ વિજેતા થયેલા કલાકારો દક્ષિણ ઝોન કક્ષામાં ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય વિજેતા કલાકારોને રોકડ-પુરસ્‍કાર તેમજ પ્રમાણપત્રો આપવામાં આવશે.

Related posts

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

ચીખલી માર્ગ મકાન વિભાગ દ્વારા ચીખલી અને વાંસદા તાલુકાના પાંચ જેટલા પુલોની મજબૂતાઈ વધારવા રૂા. 2.88 કરોડના ખર્ચે મરામત કામગીરી કરાશે

vartmanpravah

સેલવાસઃ ચૈત્રી નવરાત્રિએ ગાયત્રી મંદિરમાં પૂજા અને હવનવિધિ યોજાઈ

vartmanpravah

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

vartmanpravah

વાપી નૂતન નગરમાં હોલિકા દહન કરાયું

vartmanpravah

દમણમાં શહેર ભ્રમણ માટે નિકળેલી ભગવાન શ્રી જગન્નાથની ભવ્‍ય શોભાયાત્રા

vartmanpravah

Leave a Comment