Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી તા.15 જાન્‍યુ.ના રોજ ધરમપુરના બિલપુડી ખાતે લાભાર્થીઓ સાથે વીડિયોકોન્‍ફરન્‍સના માધ્‍યમથી સંવાદ કરશે

પીએમ-જનમન અંતર્ગત વલસાડ જિલ્લાના 144 ગામોના 327 આદિમજુથ જાતિના લોકોના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરાઈ

2900 પાકા આવાસ, 6000થી વધુ આયુષ્‍યમાન કાર્ડ, 600થી વધુ કુટુંબોને નળથી પાણીની સુવિધા, 200થી વધુ કુટુંબોને વીજળીની સુવિધા, 1100થી વધુ કુટુંબોને ગેસ કનેક્‍શન સહિતના લાભ મળ્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.12: વડાપ્રધાનશ્રી દ્વારા તા. ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ ઝારખંડના ખુંટલીથી શરૂ કરવામાં આવેલા પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-JANMAN) અંતર્ગત આદિવાસી જુથોમાં નબળા ખાસ એવા ૭૫ જુથો (PVTG)ના વિકાસ માટેનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. PM-JANMAN અંતર્ગત વલસાડ જિલ્લાના ૧૪૪ ગામોના ૩૨૭ આદિમજુથ વસાહતોના આદિમજુથ જાતિના લોકોના સર્વાંગી વિકાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. PM-JANMAN અંતર્ગત તા.૧૫ જાન્યુ.ના રોજ ધરમપુર તાલુકાના બિલપુડી ખાતે આયોજીત કાર્યક્રમમાં આદિમજુથ જાતિના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીશ્રી વીડિયો કોન્ફબરન્સઆ માધ્યમથી સીધો સંવાદ કરશે.
PM-JANMAN મિશન અંગે લોક જાગૃતિ ફેલાવવા તથા આદિમજુથ વસાહતોમાં વસતા આદિમજુથ જાતિના લોકોને લાભ આપવા માટે તા. ૨૫ ડિસે. ૨૦૨૩થી ધરમપુર અને કપરાડા તાલુકાના ગામોમાં ૪૦ જેટલી આદિમજુથ વસાહતો ખાતે IEC કેમ્પેઈનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં આદિમજુથ જાતિના લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ અને PM-JANMAN વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તા. ૧ જાન્યુ.થી વલસાડ જિલ્લાના આદિમજુથ વસાહતોમાં નિવાસ કરતા આદિમજુથ જાતિના લોકોને સરકારશ્રીની તમામ યોજનાઓનો લાભ આપવા માટે PM-JANMAN Saturation Campaignની શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પેઈન હેઠળ આદિમજુથ વસાહતોમાં ઘરે ઘરે જઇ સરકારશ્રીની જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી યોજનાઓ જેવી કે ગામમાં શુધ્ધ પીવાના પાણીની સુવિધા,ગામ/ફળીયાને જોડતા રસ્તાની ઉપલબ્ધતા, ગામમાં પ્રાથમિક શાળાની સુવિધા, ગામ/ફળીયામાં વિજળીની ઉપલબ્ધતા, મોબાઈલ કનેક્ટીવિટી, આરોગ્ય કેન્દ્રની સુવિધા, આંગણવાડી સેન્ટરની સુવિધા, મેડીસીન સારવાર, જાતિ પ્રમાણ૫ત્ર, આધારકાર્ડ, રેશનકાર્ડ, વિધવા સહાય યોજના, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન ભારત હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ આપવામાં આવ્યા હતા.
PM-JANMAN હેઠળ અત્યાર સુધી અંદાજીત ૨૯૦૦ પાકા આવાસો, ૬૦૦૦થી વધુ આયુષ્યમાન કાર્ડ, ૬૦૦થી વધુ કુટુંબોને નળથી પાણીની સુવિધા, ૨૦૦થી વધુ કુટુંબોને વીજળીની સુવિધા, ૧૧૦૦થી વધુ કુટુંબોને ઉજ્જવલા યોજના હેઠળ ગૅસ કનેક્શન, ૭૦૦થી વધુ કુટુંબોને પી.એમ. કિસાન સન્માન નિધિ, ૪૦૦થી વધુ લાભાર્થીઓને આધાર કાર્ડ, ૨૦૦થી વધુ લાભાર્થીઓને જનધન ખાતા તેમજ સરકારશ્રીના જુદા જુદા વિભાગોની વિવિધ યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા.
PM-JANMAN યોજના વર્ષ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને જે લોકોને સરકારશ્રીની આ યોજના માટે પાત્રતા ધરાવતા હોય તેઓને PM-JANMAN હેઠળ સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે. તમામ આદિમજુથ સમુદાયના લોકોને PM-JANMAN યોજનામાં ભાગ લઈને ભારત અને ગુજરાત સરકારની મહત્તમ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

દમણ રાણા સમાજ દ્વારા પ્રશાસક પ્રફુલભાઈ પટેલને ખંભાત ખાતે રામનવમી શોભાયાત્રા અસામાજિક તત્‍વો દ્વારા કરાયેલા હુમલામાં જ્ઞાતિના થયેલા અકાળ અવસાનનો વિરોધ નોંધાવવા આવેદન પત્ર અપાયું

vartmanpravah

રેડક્રોસ જિલ્લા દિવ્‍યાંગ પુનર્વસન કેન્‍દ્ર સેલવાસમાં સાધન સામગ્રી વિતરણ કરાયા

vartmanpravah

દીવમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો પર્યટન સ્‍થળોમાં નવું સોપાન

vartmanpravah

સેલવાસમાં બે સ્‍થળોએ બનેલી આગની ઘટના સેલવાસની એકદંત સોસાયટીની દુકાનમાં ભડકી ઉઠેલી આગ જ્‍યારે અથોલા ગામમાં એક ભંગારના ગોડાઉનમાં જમીન માલિકે લગાવેલી આગ

vartmanpravah

કપરાડા-ડાંગમાં કમોસમી વરસાદ પડયો: આંબા પર તૈયાર કેરી પાક ઉપર આડ અસરની ચિંતા

vartmanpravah

‘પ્રધાનમંત્રી ટીબી મુક્‍ત ભારત’ અભિયાન અંતર્ગત રાંધા ગામમાં પોષણ કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment