Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસનની મહિલા સશક્‍તિકરણ અને ‘આત્‍મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ઉમદા પહેલ સેલવાસના નવનિર્મિત ભવ્‍ય કલેક્‍ટરાલયમાં ઉપહાર ગૃહ(કેન્‍ટિન)નો આરંભઃ ‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની મહિલાઓ દ્વારા સંચાલન

  • દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના મહિલા સશક્‍તિકરણના પ્રયાસોના પરિણામે ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત સેલવાસ કલેક્‍ટરાલયમાં જય જલારામ મહિલા મંડળને ઉપહાર ગૃહના સંચાલનની સોંપેલી જવાબદારી

  • જય જલારામ મંડળના 10 મહિલા પરિવારને મળનારી રોજીઃ કલેક્‍ટરાલયમાં કામકાજ માટે આવતા નાગરિકો અને અધિકારી-કર્મચારીઓને હવે નાસ્‍તા માટે બહાર જવું નહીં પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12 : દાદરા નગર હવેલીના નવનિર્મિત વિશાળ જિલ્લા કલેક્‍ટરના કાર્યાલયમાં આજથી ‘ઉપહાર ગૃહ(કેન્‍ટિન)’નો આરંભ થતાં દૂરથી આવતા લોકો અને અધિકારી, કર્મચારીઓને હવે ચા-નાસ્‍તા માટે બહાર જવું પડશે નહીં અને સંઘપ્રદેશ પ્રશાસને ‘ઉપહાર ગૃહ’ના સંચાલનની જવાબદારી સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની મહિલા સંસ્‍થા જય જલારામ મહિલા મંડળને સુપ્રત કરી મહિલા સશક્‍તિકરણ અને આત્‍મનિર્ભર ભારતની એક ઉમદા પહેલ પણ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે યશસ્‍વી પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીની દૂરંદેશી અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ અંતર્ગત જય જલારામ મહિલા મંડળને આજથી સંચાલન માટે ‘ઉપહાર ગૃહ(કેન્‍ટિન)’ સુપ્રત કરવામાં આવ્‍યું હતું.
દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોરે વિધિવત રીતે કેન્‍ટિનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સેલવાસના આર.ડી.સી. શ્રી મોહિત મિશ્રા અને આર.ડી.સી. શ્રી અમિત કુમાર તથા વિકાસ અને આયોજન અધિકારી શ્રી પંકજ પરમાર ઉપસ્‍થિત રહ્યા હતા.
આ કેન્‍ટિનના આરંભથી જય જલારામ મહિલા મંડળના 10 મહિલા પરિવારને રોજગારી મળશે અને તેમની આજીવિકામાં પણ વૃદ્ધિ થશે. કલેક્‍ટર કાર્યાલયમાં કેન્‍ટિનનો આરંભ થવાથી પોતાના વિવિધ કામ માટે આવતાં નાગરિકો તથા કાર્યાલયમાં કામ કરતા અધિકારી-કર્મચારીઓને ખુબ મોટી રાહત થશે.

Related posts

દમણ જિ.પં.ના સોમનાથ-એના સભ્‍ય અને બાંધકામ સમિતિના અધ્‍યક્ષ રીનાબેન હરીશભાઈ પટેલે આગવી રીતે ઉજવેલો પોતાનો જન્‍મદિવસ

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

જિલ્લા સ્‍તરીય પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને ચીખલીમાં તંત્રએ હાઇવે ચાર રસ્‍તાથી રેફરલ હોસ્‍પિટલ સુધી બંને બાજુના લારી-ગલ્લાવાળાના દબાણો હટાવ્‍યા

vartmanpravah

ચીખલી પંથકમાં કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન : કરા પડયા

vartmanpravah

સ્‍વ.એન.આર. અગ્રવાલની પુણ્‍યતિથિએ વાપી-સરીગામમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિ.પં.ના નવનિર્વાચિત અધ્‍યક્ષનવિનભાઈ પટેલે પદભાર સંભાળતા જ આદર્શ ગ્રામ અંતર્ગત બનાવવામાં આવી રહેલ રોડના કામની કરાવેલી શરૂઆત

vartmanpravah

Leave a Comment