Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રના ગૃહ મંત્રાલયનો આદેશ  સંઘપ્રદેશના ડીઆઈજી મિલિંદ મહાદેવ દુમ્‍બરેની આઈ.જી. તરીકે બઢતીઃ એસ.પી. અમિત શર્મા અને આર.પી.મીણાને ડીઆઈજીપી પદ ઉપર પ્રમોશન

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ત્રણેય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને બેચ લગાવી તેમના ઉજ્જવળ અને યશસ્‍વી ભવિષ્‍યની કરેલી કામના

 

 

 

 

 

 

 

 

 

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : કેન્‍દ્રીયગૃહ મંત્રાલયના આદેશ મુજબ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પોલીસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. જેમાં આઈ.પી.એસ. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરેને નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.) પદેથી બઢતી આપતાં પોલીસ મહાનિરીક્ષક(આઈ.જી.)પદે નિયુક્‍ત કરાયા છે. જ્‍યારે વરિષ્‍ઠ આઈ.પી.એસ. અધિકારી દાનહના એસ.પી. શ્રી અમિત શર્મા અને દમણના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને બઢતી આપી સંઘપ્રદેશના નાયબ પોલીસ મહાનિરીક્ષક(ડી.આઈ.જી.પી.)બનાવાયા છે.
ગૃહ મંત્રાલય દ્વારા પદોન્નત કરાયેલા પોલીસ અધિકારીઓને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે રેંક પ્રદાન કરી તેમને પોતાના હોદ્દાના બેચ લગાવ્‍યા હતા અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણેય પોલીસ અધિકારીઓના ઉજ્જવળ અને યશસ્‍વી ભવિષ્‍યની કામના પણ કરી હતી.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

લોકોની સેવા માટે ‘ઉત્તર ભારતીય વિકાસ સંગઠન દાનહ’ દ્વારા એમ્‍બ્‍યુલન્‍સનું કરાયું લોકાર્પણ

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah

સેલવાસમાં એસી રીપેરીંગની દુકાનમાં 10 હજારની ચોરી

vartmanpravah

Leave a Comment