October 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

હવેથી દમણ મામલતદાર કાર્યાલયમાં જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયાઓનલાઈન: જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : સંઘપ્રદેશ પ્રશાસનના વિવિધ કાર્યાલયો ડિજિટલ અને ઓનલાઈન થઈ રહ્યા છે તેમાં દમણના મામલતદાર કાર્યાલય દ્વારા પણ દમણની જમીન મહેસૂલ ભરવાની પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હોવાની જાણકારી મામલતદાર શ્રી પ્રેમજીભાઈ મકવાણાએ એક અખબારી યાદીમાં આપી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મામલતદાર કચેરી દ્વારા દમણની જમીન મહેસૂલ ભરવાની ઓનલાઈન પ્રક્રિયા સુગમ પોર્ટલ https://sugam.dddgov.in વેબસાઈટ દ્વારા કરવામાં આવી છે અને જમીન મહેસૂલની ચુકવણીની ઓફલાઈન પ્રક્રિયા તાત્‍કાલિક અસરથી બંધ કરવામાં આવી હોવાની પણ જાણકારી આપવામાં આવી છે.
દમણની જનતાને તેમના બાકી રહેતા જમીન મહેસૂલના નાણા વર્ષ 2023-‘24 માટે સુગમ પોર્ટલ https://sugam.dddgov.in 31.03.2024 સુધી ભરવા તાકિદ કરાઈ છે અને ત્‍યારબાદ 01.04.2024થી બાકી રહેતા નાણાં પર ધ ગોવા, દમણ અને દીવ રેવન્‍યુ કોડ 1968 અને રૂલ્‍સ 1969ની કલમ 123 હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવા પણ તાકિદ કરાઈ છે. આ અખબારી યાદી મામલતદાર કચેરી દમણની સેવાઓ માટે ઓનલાઈન અરજીના અમલીકરણ અંગે જન જાગૃતિ માટે જાહેર કરવામાં આવી હોવાનુંજણાવાયું છે.

Related posts

નવસારી જિલ્લાકક્ષાના ૭પમા પ્રજાસત્તાક પર્વની ઉજવણી નાણા મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના ગાંધીમેદાન ખાતે હર્ષોલ્લાસભેર કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીજીની તારીખ 17 મી સપ્‍ટેમ્‍બરના રોજ વર્ષગાંઠ નિમિત્તે ‘‘સેવા પખવાડિયા અંતર્ગત 2જી ઓક્‍ટોબર સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

મોટાપોંઢા કોલેજમાં વર્ષા ગીતોનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની એક સોસાયટીમાં યુવતીએ બિલ્‍ડિંગની છત પરથી કુદવાનો પ્રયાસ કરતા ચકચાર : પાછળથી પિતાએ પુત્રીને ઊંચકી લીધી અને ઘટના ટળી

vartmanpravah

ગુજરાત યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સાથે જિલ્લા કારોબારીની મીટીંગ યોજાઈ: વલસાડમાં કોંગ્રેસ દ્વારા સુત્રોચ્‍ચાર કરી પૂતળા દહન કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્‍થિત શુભમ ગ્રીન સીટીના બિલ્‍ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યા

vartmanpravah

Leave a Comment