આનંદ મેળામાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓ સાથે વિવિધ પ્રકારની મનોરંજક રમતોના લગાવાયા હતા 27 સ્ટોલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.18 : એમ.જી.એમ. એજ્યુકેશન સોસાયટી સંચાલિત સાર્વજનિક શાળા, દમણમાં આજે ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા આયોજિત આ આનંદ મેળામાં શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આનંદ મેળામાં ખાણીપીણીની વિવિધ ચીજવસ્તુઓ સાથે વિવિધ પ્રકારની મનોરંજક રમતોના 27 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સંસ્થાના પૂર્વ અધ્યક્ષ શ્રી જોગીભાઈ ડંડેલ, સક્રિય અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ જોગી, સેક્રેટરી શ્રી રુદ્રેશ ટંડેલ, ખજાનચી શ્રી દિલીપ ટંડેલ અને સંસ્થાના સભ્યો શ્રી મૃદુલભાઈ ટંડેલ, શ્રી જયંતિભાઈ ટંડેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રારંભમાં સંસ્થાના સેક્રેટરી શ્રી રૂદ્રેશભાઈટંડેલ અને ખજાનચી શ્રી દિલીપભાઈ ટંડેલ, મેનેજમેન્ટ સભ્ય શ્રી મૃદુલભાઈ, આચાર્ય શ્રી દીપકભાઈ મિષાી અને સુપરવાઈઝર શ્રી જગતાપે રીબીન કાપી આનંદ મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું.
સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી ચાલેલા આ આનંદ મેળામાં તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહેમાનોએ ડીજેના સંગીતના તાલે નૃત્ય કરતાં વિવિધ રમતો અને વિવિધ ખાદ્યપદાર્થોનો આનંદ માણ્યો હતો. દરમિયાન સંસ્થાના અધ્યક્ષ શ્રી જીજ્ઞેશ જોગી અને સેક્રેટરી શ્રી દ્વારા સંગીત ટ્રેક પર ગાયેલા નવા અને જૂના ગીતો વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંકલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. શિક્ષણ અને વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને આયોજિત આ કાર્યક્રમના સફળ આયોજનને તમામ મહેમાનો અને વાલીઓએ બિરદાવ્યું હતું.
શાળાના શિક્ષક શ્રી દીપક મિષાી અને સુપરવાઈઝર શ્રી બી. ડી.જગતાપના નેતૃત્વમાં તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સતત મહેનતે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.