Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.22 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે સાંજે નાની દમણના કચીગામ ખાતે આવેલ કંઠેશ્વર મહાદેવના મંદિરમાં અયોધ્‍યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્‍ઠાના ઉપક્રમે પૂજા-અર્ચના સાથે આરતીનો લાભ પણ લીધો હતો. સમગ્ર પ્રદેશ સહિત દેશના સર્વાંગી વિકાસ અને સુખાકારીની કામના કરી હતી.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું કચીગામના કંઠેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં આગમન સાથે જ જયશ્રી રામના જયઘોષથી સમગ્ર વાતાવરણ રામમય બની ગયું હતું.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પ્રશાસકશ્રીનું અભિવાદન પણ કર્યું હતું.

Related posts

વલસાડ જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા સૌપ્રથમ વખત આરોહણ- અવરોહણ સ્‍પર્ધાનું આયોજન 21મી માર્ચ ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી નિમિત્તે તા.20મી માર્ચે પારનેરા ડુંગર પર આરોહણ- અવરોહણ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખે છેતરપિંડી સંદર્ભે સતર્ક રહેવા લોકોને કરેલી તાકીદ

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

દીવ જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે ‘ફિટ ઈન્‍ડિયા ફ્રીડમ રન 3.0’નું કરાયેલું સફળ આયોજન

vartmanpravah

છરવાડા અંડરપાસ હાઈવે ફલાય ઓવરબ્રિજ ટ્રાયલ માટે સોમવારે ખુલ્લો મુકાયો

vartmanpravah

Leave a Comment